બિગ બજાર પાસે મોબાઇલ આઇડી મારફત સટ્ટો રમતો શખસ ઝડપાયો

  • January 27, 2023 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શીતલ પાર્ક ચોકડી પાસે દારૂની ૨૪ બોટલ સાથે રિક્ષાચાલક પકડાયો




શહરેના દોઢસો ફુટ રીંગરોડ પર બીગ બજાર પાસે જાહેરમાં ક્રિકેટ મેચ પર મોબાઇલ આઇડી મારફત સટ્ટો રમી રહેલા શખસને પોલીસે ઝડપી લીધો હતો.તેની પુછતાછમાં આઇડી આપનાર શખસનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.





જાણવા મળતી વિગતો મુજબ,ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બજાર પાસે પટેલ પાન આગળ જાહેરમાં મોબાઇલમાં ગીરીરાજ એકસચેન્જ ડોટ કોમ નામની આઇડી મારફત ઓસ્ટ્રેલીયામાં રમાઇ રહેલી બીગ બેશ લીગના મેચ પર ક્રિકેટ સટ્ટો રમી રહેલા અભી જયસુખભાઇ નિર્મલ(ઉ.વ ૩૧) ને ઝડપી લીધો હતો.પોલીસે તેની પાસેથી મોબાઇલ અને .૧૦,૫૦૦ રોકડ સહિત કુલ .૧૭,૫૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.આ શખસની પુછતાછ કરતા આઇડી આપનાર તરીકે મદની બશીરભાઇ તબાણીનું નામ સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધી મદનીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



જયારે અન્ય એક બનાવમાં ગાંધીગ્રામ–૨ પોલીસ મથકના સ્ટાફે શીતલ પાર્ક ચોકડી પાસે રંભમાની વાડી પાસેથી કિર્તીસિંહ ગમનજી સોલંકી(ઉ.વ ૩૩)(રહે.શાક્રીનગર શેરી નં.૫ ગાંધીગ્રામ) નામના રિક્ષાચાલકને દારૂની .૧૨ હજારની કિંમતની ૨૪ બોટલ સાથે ઝડપી લઇ તેની સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application