રતનાલમાં ૭ જુગારી ૨૪ હજાર રોકડ સાથે પકડાયા

  • November 21, 2020 09:33 AM 860 views

 

  • ગાંધીધામમાં ૩ જુગારી ૧૭૫૦ રોકડ સાથે દબોચાયા

અંજાર તાલુકાના રતનાલ ગામમાં ૭ જુગારી રૂ.૨૪ હજાર રોકડ રકમ સાથે સ્થાનિક પોલીસે દરોડો પાડી પકડી લીધા હતા.
રતનાલના ખારીવાસમાં રહેતો હારૂન બુઢા બાફણ પોતાના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ધાણીપાસાનો જુગાર રમાડતો હોવાની બાતમીના અધારે દરોડો પાડી હારૂનભાઇ બુઢાભાઇ બાફણ, વેલાભાઇ કારાભાઇ ડુંગરીયા, જીતુભાઇ કાનજીભાઇ ડુંગરીયા, અમીનભાઇ હાસમભાઇ સંઘાર, મામદભાઇ બાવલા પઢિયાર, પ્રવિણભાઇ સામજીભાઇ ડુંગરીયા અને ત્રિકમભાઇ ગોપાલભાઇ વરચંદને ધાણી પાસાનો જુગાર રમી રહૃાા હતા ત્યારે સ્થાનિક પોલીસે દરોડો પાડી રૂ.૨૪,૧૫૦ રોકડ રકમ સાથે પકડી લીધા હતા. અંજાર પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ રમેશ ડાંગરે તેમના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.


ગાંધીધામના જીઆઇડીસી વિસ્તારમાં એ.વી.જોષી કંપની પાછળ ગજીં પાના વડે જાહેરમાં જુગાર રમી રહેલા ધનાભાઇ હરીભાઇ પરમાર, સુરેશ દુદાભાઇ કોલી અને પ્રભુ બચુભાઇ કોલીને રૂ.૧,૭૫૦ રોકડ રકમ સાથે પકડી લઇ બી–ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application