ફિલ્મી પડદા પર ફરી થશે 'ગદર', દીકરા માટે પાકિસ્તાન સાથે લડશે તારા સિંહ

  • July 23, 2021 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટર સની દેઓલ તેની ફિલ્મ ગદર બાદ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. પોતાના પ્રેમને પરત મેળવવા માટે પાકિસ્તાન સાથે લડવા પહોંચેલા તારા સિંહ આજે પણ લોકોના પ્રિય છે. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ના તમામ રેકોર્ડ તોડી ને કમાણી કરી હતી. 

 

હવે જાણવા મળ્યું છે કે ફિલ્મ મેકર્સ ગદર ની સિક્વલ પર કામ કરી રહ્યા છે. આ વખતે ફિલ્મ મેકર્સ તારા સિંહને ફરીથી પાકિસ્તાન મોકલશે, પરંતુ આ વખતે કારણ તેની પત્ની સકીના નહીં પરંતુ દીકરો હશે. 

 

ગદર એક પ્રેમ કહાની એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો હતો. આ ફિલ્મને 20 વર્ષ થઇ ચુક્યા છે અને હવે અનિલ શર્મા સની દેઓલ અને તેના દીકરા સાથે ગદર ની સિક્વલ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. જાણવા જેવું મળે છે કે આ વર્ષે ગદર ની સ્ટોરી એવી હશે કે તારા સિંહ તેના દીકરાને પરત લાવવા પાકિસ્તાન જશે.

 

ગદર ફિલ્મ અને જ્યારે 20 વર્ષ પૂરા થયા તે સમયે અનિલ શર્માએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ' દુનિયા તારા સિંહને પરત જોવા ઈચ્છે છે અને હું તારા સિંહ પર દસ ફિલ્મો બનાવી પણ પસંદ કરીશ, પરંતુ ગદર 2 બનાવવા માટે ઈમોશન, ડ્રામા અને ભવ્યતાના એક બોમ્બ ની જરૂર પડશે. જ્યારે પણ ગદર ટુ ની ઘોષણા થશે ત્યારે સમજી લેવું કે મારી પાસે એ બૉમ્બ આવી ગયો છે.'

 

જોકે જાણવા એમ પણ મળે છે કે હાલ ગદર ની સિક્વલ એક વિચાર છે. કારણકે ગદર ટુ શરૂ કરતાં પહેલાં અને અનિલ શર્મા  અપને ફિલ્મની સિકવલનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં સની દેઓલના પરિવારની ચાર પેઢીઓ એકસાથે જોવા મળશે. એટલે કે ફિલ્મમાં ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ અને કરણ દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS