'ગદર 2'એ બોક્સ ઓફિસ પર તોડ્યો શાહરૂખની 'પઠાણ'નો રેકોર્ડ, 10 દિવસમાં કરી બમ્પર કમાણી

  • August 22, 2023 08:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સની દેઓલ સ્ટારર ગદર 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. રિલીઝના 10 દિવસમાં જ આ ફિલ્મે શાનદાર કમાણી કરીને અનેક ઈતિહાસ રચી દીધા છે. 'ગદર 2' એ તેની રિલીઝના 10 દિવસમાં ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. અઢળક કમાણી કરી રહેલી 'ગદર 2'એ હવે શાહરૂખ ખાનની 'પઠાણ'ને પાછળ છોડી દીધી છે.


'ગદર 2' વર્ષ 2023ની મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી. તે 2001માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથાની સિક્વલ છે. ફિલ્મને પહેલા દિવસથી જ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ સાથે ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી નોટો છાપી રહી છે. જો કે, 2023ની બ્લોકબસ્ટર ફિલ્મો 'પઠાણ' અને 'ગદર 2'ની પ્રથમ સપ્તાહની કમાણી વિશે વાત કરીએ તો, સની દેઓલની ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મથી પાછળ હતી. હકીકતમાં, 'ગદર 2' એ પહેલા અઠવાડિયામાં ભારતીય બોક્સ ઓફિસ પર 283.85 કરોડનો બિઝનેસ કર્યો હતો, જ્યારે 'પઠાણ'નું પ્રથમ સપ્તાહનું કલેક્શન 328.50 કરોડ રૂપિયા હતું.

બીજા સપ્તાહમાં સની દેઓલની ફિલ્મે 'પઠાણ'ને માત આપી. બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડના અહેવાલ મુજબ બીજા સપ્તાહના બીજા શુક્રવારે 'પઠાણ'નું કલેક્શન 17.50 કરોડ હતું. જ્યારે 'ગદર 2'ની બીજા શુક્રવારની કમાણી 20.50 કરોડ રૂપિયા હતી. બીજી તરફ, 'પઠાણ'એ બીજા શનિવારે 15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે 'ગદર 2'એ બીજા શનિવારે 31.07 કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કર્યું હતું. 'પઠાણ'એ બીજા રવિવારે 13.50 કરોડનો બિઝનેસ કર્યો હતો, જ્યારે 'ગદર 2'એ બીજા રવિવારે રેકોર્ડબ્રેક 40.50 કરોડની કમાણી કરી હતી.


આ સાથે 'પઠાણ'નું બીજા સપ્તાહનું કુલ કલેક્શન 46 કરોડ રૂપિયા હતું, જ્યારે 'ગદર 2'નું બીજા સપ્તાહનું કલેક્શન 92.07 કરોડ રૂપિયા હતું. 'ગદર 2' એ પહેલા 10 દિવસના કલેક્શનમાં 'પઠાણ'ને પાછળ છોડી દીધી છે.


શાહરૂખ ખાન સ્ટારર 'પઠાણ'એ દસ દિવસમાં કુલ 374.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો બીજી તરફ 'ગદર 2'એ 10 દિવસમાં 376 કરોડનું કલેક્શન કરીને 'પઠાણ'નો રેકોર્ડ તોડી નાખ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application