વડોદરામાં સાત દિવસમાં 161 દર્દીના અંતિમ સંસ્કાર: સ્મશાનમાં વેઈટિંગ

  • April 02, 2021 03:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા આંકડાની માયાજાળ રચવામાં આવી રહી છે. જેના પુરાવા પોઝિટિવ કેસના આંકડા પરથી અનેક વખત મળી ગયા છે. ત્યારે હવે વધુ એક પુરાવો મૃતકોની સંખ્યામાં પણ મળ્યો છે. શહેરના સ્મશાનમાં છેલ્લા 7 દિવસમાં 161 મૃતકોના અંતિમ સંસ્કાર કોવિડ ગાઈડલાઈન અનુસાર કરાયા છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનામાં માત્ર ચાર વ્યક્તિના મોત થયા હોવાનું જાહેર કરાયું છે. તો પછી 161 વ્યક્તિના અંતિમ સંસ્કાર કોરોના ગાઈડલાઈન અનુસાર કેમ કરાય છ તે પ્રશ્ન છે.
વડોદરા શહેર તેમજ રાજ્યમાં કોરોનાનું તાંડવ શરૂ થઈ ગયું છે. જે બાબતે સરકાર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય તંત્ર બેઠકો અને હોસ્પિટલની મુલાકાત કરીને સબ સલામત હૈ તો આભાસ કરાવવામાં વ્યસ્ત છે. ત્યારે કોરોનાની સારવાર દરમિયાન મૃતકોના આંકડાની પણ માયાજાળ આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિન અનુસાર સાત દિવસમાં માત્ર ચાર વ્યક્તિના મોત થયા છે, તો તેની સામે શહેરમાં છેલ્લા સાત દિવસમાં 161 વ્યક્તિના અંતિમ સંસ્કાર કોરોના ગાઈડલાઈન અનુસાર કરવામાં આવ્યા છે. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે, કોરોનાથી સાત દિવસમાં માત્ર ચાર જ વ્યક્તિના મોત થયા છે તો બાકીનાની અંતિમ વિધિ કોરોના ગાઈડલાઈન અનુસાર કેમ કરવામાં આવી હતી.

 


સ્મશાનમાં પણ હવે, વેઈટિંગ કોરોનાની ગાઈડલાઈન અનુસાર સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થાય તો મૃતકની અંતિમ વિધિ તાત્કાલીક કરવાની હોય છે. એટલું જ નહીં પરિવારમાંથી પણ માત્ર એક જ વ્યક્તિને અંતિમ વિધિમાં સાથે રાખવામાં આવે છે. તેમજ તેની માટે કોઈ જ સમય પણ જોવામાં આવતો નથી. તેવા સંજોગોમાં છેલ્લા કેટલાંક દિવસથી સ્મશાનમાં પણ અંતિમ વિધિ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. પહેલા કોરોનાના મૃતકોની અંતિમ વિધિ માત્ર ગેસ કે ઈલેક્ટ્રીક ચીતા પર કરવામાં આવતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બગડતાં તેમની અંતિમ વિધિ લાકડાની ચીતા પર કરવાની પણ નોંબત આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS