સંપૂર્ણ લોકડાઉનથી ૧૬૧ ગણા કેસ ઘટી શકે છે

  • March 26, 2020 10:55 AM 90 views

અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના અભ્યાસમાં નીકળેલું તારણ

ભારતમાં એકવીસ દિવસ સુધી લોક ડાઉન પાળવામાં આવી રહ્યો છે અને તેનાથી લોકોને મુશ્કેલી પડી શકે છે પરંતુ જો લોકો ગંભીર બનીને સંપુર્ણ લોક ડાઉન નું પાલન કરે તો ૧૬૧ ગણા કેસ ઘટી શકે એમ છે.


અમેરિકાના મિશિગન ખાતેની યુનિવર્સિટી દ્રારા આ બારામાં એક ઐંડો અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેમાં આ તારણ નીકળ્યું છે. કોરોનાવાયરસ ના કેસો વધતા અટકાવવા ની જવાબદારી સરકારની તો છે જ પરંતુ લોકોની સૌથી વધુ છે.


અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે જો એક સાહ સુધી સંપૂર્ણપણે લોક ડાઉન રાખવામાં આવે અને કોઈ બહાર ના નીકળે તો ૧૬૧ ગણા કેસ ઘટી શકે છે અને ખુદ લોકોને જ મોટી રાહત મળી શકે એમ છે. કોરોના ની રોકવા માટેનું હથિયાર લોકો પાસે છે જ પરંતુ લોકો તેનો દિલથી ઉપયોગ કરતા નથી.


અભ્યાસમાં એમ પણ બહાર આવ્યું છે કે જો લોકો ઘરની બહાર જ નીકળે તો પ્રતિ એક લાખ ની વસ્તી પર ફકત ૪૭ કેસ જ રહી જશે. મૃત્યુ ની સાઇકલ તો સદંતર બધં પડી જશે. મિશિગન યુનિવર્સિટીના એક ડઝનથી વધુ સંશોધકોએ અભ્યાસ કર્યેા છે અને દુનિયાની જનતાને ચેતવણી આપી છે