રાજકોટમાં ફ્રૂટના ધંધાર્થીનું અહરણ કરી અડધો કલાક ધોકા-પાઈપથી મારમાર્યો, વાંચો ઘટનાની વિગતો એક ક્લિક પર

  • June 30, 2021 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાધુવાસવાણી રોડ પર આવેલી ગુરુજીનગર શાકમાર્કેટમાં લારી રાખી ફ્રૂટ વેચનાર સિંધી યુવાનનું સાંજના સમયે ભાવનગરના ઋષિરાજસિંહ ગોહિલ સહિતના ત્રણ શખસોએ કારમાં અપહરણ કર્યું હતું.યુવાનને પુનિતનગર નજીક આવેલા એક ગેરેજમાં અડધો કલાક સુધી પાઇપ અને ધોકા વડે મારમાર્યો હતો બાદમાં આરોપી જ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. દરમિયાન પોલીસ પણ અહીં આવી પહોંચી હતી જેથી અન્ય શખસો નાસી ગયા હતા. પરંતુ મુખ્ય સુત્રધાર પોલીસે કબજામાં સપડાઇ ગયો હતો. ભાવનગરમાં રહેતા ઋષિરાજએ ફ્રુટના પૈસાની લેણી રકમ બાબતે યુવાનનું અપહરણ કરી મારમાર્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

બનાવની જાણવા મળતી વિગતો મુજબ યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ પાસે વસંત એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 303 માં રહેતા અને ગુરુજી નગર મેઇન રોડ પર શાકમાર્કેટમાં ફ્રુટનો ધંધો કરનાર પંકજભાઈ ઉકાભાઇ રાજાઇ (ઉ.વ ૩૬) નામનો સિંધી યુવાન ગઈકાલ સાંજનાં શાકમાર્કેટ હતો દરમિયાન ભાવનગરમાં રહેતો ઋષિરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો કારમાં આવ્યા હતા. ફ્રુટના પૈસાના હિસાબ બાબતે પંકજ સાથે બોલાચાલી કરી હતી. જેથી પંકજ કહ્યું હતું કે, પૈસા ચૂકવી આપીશ તેમ છતાં તેને કારમાં ઉઠાવી જાય પુનિત નગર આસપાસ આવેલા આંગનપાર્ક નજીક કોઈ ગેરેજમાં લઈ ગયા હતા. બાદમાં અહીં અડધો કલાક સુધી યુવાનને પાઇપ અને ધોકા વડે બેફામ મારમાર્યો હતો જેથી યુવાનને લોહી નીકળવા લાગતા અંતે આરોપીઓ જ તેને આયુષ્માન હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

 

બીજીતરફ આ બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઈ એ.બી. વોરા તથા ટીમ દ્વારા તપાસ હાથ ધરી તાકીદે લોકેશન મેળવી હોસ્પિટલ પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં અન્ય બે શખ્સો નાસી ગયા હતા અને ઋષિરાજ પોલીસ સકંજામાં સપડાઇ ગયો હતો.

 

બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, હુમલાનો ભોગ બનનાર પંકજ અગાઉ ભાવનગરમાં જ રહેતો હતો બે વર્ષથી રાજકોટ સ્થાઈ થયો છે. યુવાનને આરોપી ભાવનગરના જ હોય પંકજ ઋષિરાજ પાસેથી ફ્રૂટની ખરીદી કરતો હતો જે તે વખતની હિસાબની રકમ બાબતે થયેલી માથાકૂટ સબબ યુવાનનું અપહરણ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ 365 ૩૨૪ ૩૨૩ 506 2 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS