પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા આજથી તા. ૨૦ સુધી કરૂણા અભિયાન

  • January 10, 2023 11:27 PM 



ચાઈનીઝ દોરાના ઉપયોગથી દૂર રહેવા લોકોને કલેકટરની અપીલ પત્રકાર પરિષદ યોજાઈ: રાજકોટમાં ૧૫ પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કરાયા


મકરસંક્રાતિના પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા માટે આજથી તારીખ ૨૦ જાન્યુઆરી સુધી રાજકોટ સહિત સમગ્ર રાયમાં કણા અભિયાન હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત જિલ્લા કલેકટર અણ મહેશ બાબુ એ પત્રકારો સાથેની વાતચીતમાં કરી હતી.



કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાયમાં ૭૦૦થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો શ કરાશે અને તેમાં ૬૨૦ તબીબો સેવા આપશે. આ ઉપરાંત ૬,૦૦૦ થી વધુ સ્વયંસેવકો આ અભિયાનમાં સહભાગી થશે. પક્ષી સારવાર કેન્દ્રની વિગતો વેબસાઈટ પર મૂકી દેવામાં આવી છે. ઘવાયેલા પક્ષીઓને સોનોગ્રાફી પેથોલોજી ની સારવાર અપાશે અને ઓપરેશન પણ કરવામાં આવશે.



રાજકોટમાં ૧૫ સારવાર કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે યારે જિલ્લામાં તમામ તાલુકાઓની ફોરેસ્ટની રેન્જ કચેરીએ કંટ્રોલમ શ કરી સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.



કલેકટરે અપીલ કરતાં જણાવ્યું હતું કે અમે ચાઈનીઝ દોરી પકડવા માટે કામગીરી કરી રહ્યા છીએ. જેમની પાસે આ અંગેની માહિતી હોય તે અમને આપી શકે છે. પરંતુ લોકોએ પણ ચાઈનીઝ દોરી નો ઉપયોગ ન કરવો જોઈએ.



પત્રકારો સાથેની વાતચીત વખતે કલેકટર ઉપરાંત વન વિભાગના તુષાર પટેલ, કણા ફાઉન્ડેશનના પ્રતિક સંઘાણી ચંદ્રકાન્ત શેઠ રાજેન્દ્ર શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



પક્ષી નિદાન કેન્દ્રની માહિતી કેમ મેળવશો ?
– કરૂણા અભિયાન–૨૦૨૩ અંતર્ગત પક્ષી નિદાન કેન્દ્રની માહિતી માટે વોટસએપ મો.નં.૮૩૨૦૦ ૦૨૦૦૦ નંબર 'કરુણા' મેસેજ લખી https://bit.karunaabhiyan ઉપર કિલક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે.



– કરૂણા અભિયાન અને હેલ્પલાઈન નંબર (૧૯૬૨, ૯૮૯૮૪ ૯૯૯૫૪, ૯૮૯૮૦ ૧૯૦૫૯, ડિસ્ટિ્રકટ ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમ નં.૦૨૮૧–૨૪૭૧૫૭૩, ટોલ ફ્રી નં.૧૦૭૭)નો વિસ્તૃત પ્રયાસ કરી અબોલ પક્ષીઓને બચાવવાનો સઘન પ્રયાસ કરાશે.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application