આ દિવસથી શરૂ થઈ શકે છે આઈપીએલ ટ્વેન્ટી-20 ટુર્નામેન્ટ

  • May 21, 2020 08:58 AM 300 views

 


અત્યાર સુધીમાં ક્રિકેટ જગતમાં એવા સમાચાર આવી રહ્યા હતા કે અરુણાને લઈને આઈપીએલને અનિશ્ચિત કાળ માટે ટાળી દેવામાં આવી છે જોકે હવે આઈપીએલના આયોજન ની સંભાવના વધી ચુકી છે, અને ખરાબ સમયમાં પણ ક્રિકેટ પ્રશંસકો માટે સારા સમાચાર આવ્યા છે કે બીસીસીઆઇએ આઈપીએલની સિઝનનું આયોજન 25 સપ્ટેમ્બરથી કરવા માટે વિચારણા શરૂ કરી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે આ ટુર્નામેન્ટ એક નવેમ્બર સુધી ચાલી શકે છે જોકે ત્યારે જ શક્ય બને જ્યારે કોરોનાવાયરસના કેસમાં ઘટાડો થશે.


એક અહેવાલ પ્રમાણે રમત મંત્રાલય દ્વારા ખેલાડીઓને ટ્રેનિંગ માટે મંજૂરી આપી દેવામાં આવી હતી. આ મંજૂરી મળતાંની સાથે જ આઈપીએલ શરૂ થવાની સંભાવના વધી ગઇ હતી. ત્યારે 25 સપ્ટેમ્બરથી એક નવેમ્બરની વચ્ચે આઈપીએલના આયોજન અંગે રણનીતિ પર હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે. જે અંતર્ગત વિદેશી ખેલાડીઓનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.


રસપ્રદ બાબત એ છે કે વધારેને વધારે ફ્રેન્ચાઈઝી વિદેશી ખેલાડીઓ સાથે અઆઇપીએલ રમવા માટે ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા તો તેના પર ખુલીને મત વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ફ્રેન્ચાઇઝીના એક અધિકારીએ જણાવ્યું છે કે જો વિદેશી ખેલાડીઓ લીગમાં નહી આવે તો આઇપીએલ બીજી વિજય હજારે ટ્રોફી બનીને રહી જશે. આમ છતાં આખરી નિર્ણય તો કોરોનાવાયરસના કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. જો કોરોનાવાયરસનું સંક્રમણ અટકશે નહીં તો ફરીથી લીગને રદ કરવા સિવાય અન્ય કોઈ ઉપાય રહેશે નહીં.


એક તરફ સપ્ટેમ્બરમાં આઈપીએલના આયોજનનો સમાચાર મળી રહ્યા છે ત્યારે આ સમાચાર નો અર્થ એ થાય છે કે આ વર્ષે ટી-20 વર્લ્ડકપ નહીં યોજી શકાય.ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ 2022 સુધી સ્થગિત કરવામાં આવી શકે છે. આગામી વર્ષે ભારતમાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન છે, અને તેના પછી 2022 ઓસ્ટ્રેલિયા ટી 20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી શકે છે એવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application