માંગરોળ સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ હોય તેમ કેસથી માંડીને સર્ટિ. મેળવવા સુધી ચાર્જીસ

  • July 10, 2023 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માંગરોળના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ પાસેથી કેશ કઢાવવા, એક્સ રે પડાવવા આને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા રોગી કલ્યાણ સમિતિ દ્વારા દાખલ કરાયેલ ચાર્જ અંગે ઔવેસીની મીમ પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલે તથા આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા સેક્રેટરી મહાવિરસિંહ ચુડાસમાએ હેલ્થ કમીશ્નર સહિતનાઓને અલગ અલગ પત્ર પાઠવી આ જન વિરોધી નિર્ણય પાછો ખેંચવા માંગ કરી છે


  થોડા દિવસો પહેલાં પ્રાંત અધિકારી કેશોદ ની અધ્યક્ષતામાં માગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારી હોસ્પિટલ ના અધિક્ષક ડોક્ટર, ધારાસ ભ્ય ભગવાનજી કરગઠીયા, સરકારે પ્રજા તરફે નિયુક્ત કરેલા બે પ્રતિનિધિ સદસ્યો માં કાંતિ ચાવડા પ્રમુખ બજરંગ મંડળ માગરોળ આને હારૂન કોતલ મરીઝ કમીટી ની ઉપસ્થિતિ માં શહેર અને તાલુકાની પ્રજાની આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ, સારવાર આને દવાઓની જરુરીયાત સહિતની બાબતો ની ચર્ચા કરી સારવાર સંબંધિત સુલભતાઓ ઉપ્લબ્ધ કરાવવા દર્દીઓ ના કલ્યાણ હેતુ ચર્ચા આને નિરાકરણ માટે મળેલી રોગી કલ્યાણ સમિતિ ની બેઠકમાં  ડોકટરોની ધટ પુરવા, ઓર્થોપેડીક સહિત નવા તજજ્ઞ ડોક્ટરોનુ નવું મહેકમ મંજૂર કરવા સહિતની બાબતો ની ચર્ચા કરવાને બદલે ખેત મજૂરી  અને પશુપાલન ના વ્યવસાય સાથે જોડાયેલા મર્યાદિત આવક ધરાવતાનેવું ટકા ઓબીસી આઠ ટકા દલિત અને આદિવાસી સમાજ ની વસ્તી ધરાવતા તાલુકાના બીપીએલ, અંત્યોદય અને અન્નપૂર્ણા યોજના હેઠળ સરકાર ની મફત અન્ન યોજનાના લાભાર્થી પરિવારો ઉપર કોઈ પણ જાતના કારણ વિના ઓપીડી કેશ કઢાવવા દસ થી માંડીને પચાસ અને સો રૂપિયા સુધીના વિવિધ ચાર્જ વસુલ લેવા નિર્ણય કરાતા આ નવી વ્યવસ્થા થઈ સારવાર માટે આવતા દર્દીઓ માં ભારે રોષ ફેલાયો છે સરકાર મોધી સારવાર માટે આયુષ્યમાન કાર્ડ આપી પ્રજાને રાહત આપી રહી છે ત્યારે માગરોળ ખાતે મફત આરોગ્ય સેવાનુ વ્યાપારીકરણ કરવા કરાયેલ આ નિર્ણય ને અમલી બનાવવા કરાયેલ ઠરાવમાં પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધી તરીકે ઉપસ્થિત ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા તથા પ્રજાનો પક્ષ રાખવા નિયુક્ત કરાયેલા બન્ને  સદસ્યો પણ આ નિર્ણયનો વિરોધ કરવાને બદલે અંધજન વિરોધી નિર્ણય માં ્હા..એ..હા.. મીલાવી સંમતિ આપી ઠરાવમાં સહિ કરી દેતા ભારે આશ્ર્વર્ય ફેલાયું છે ત્યારે આ નિર્ણય તુરંત થી પાછો ખેંચવા  મીમ આને આપ પાર્ટીએ આરોગ્ય મંત્રી, આરોગ્ય સચિવ, આરોગ્ય કમિશનર, જીલ્લા પ્રભારી સચિવ, ધારાસભ્ય, પ્રાંત અધિકારી કેશોદ તથા હોસ્પિટલ ના અધિક્ષક ને પત્ર પાઠવી માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application