રાજકોટથી સુરેન્દ્રનગરમાં બોગસ નામ રાખી ૨૪.૬૨ લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો

  • June 19, 2021 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરમાં વિશ્વમ નામથી આંગડીયા પેઢી ધરાવતા સંચાલક સાથે બોગસ નામ ધારણ કરી વ્યવહારો કર્યા બાદ વિશ્વાસમાં લઇને અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી રૂ. ૨૪.૬૨ લાખની છેતરપિંડી, વિશ્વાસઘાત કરવાના ગુનામાં ફરાર રાજકોટના ચંદ્રેશ ઉર્ફે બ્રિજેશ કાંતીલાલ પાડલિયાને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે. આરોપી પોતાની ઓળખ છૂપાવવા માટે મોઢે માસ્ક અને માથે ટોપી પહેરી રાખતો હતો.


આ અંગે મળતી માહિતી મુજબ ્સુરેન્દ્રનગરમાં મહેતા માર્કેટમાં ડિસ્ટ્રિક્ટ બેંકવાળી શેરીમાં વિશ્વમ આંગડીયા નામની પેઢી ધરાવતા ચૈતન્યસિંહ ધર્મેન્દ્રસિંહ રાણાએ ૧૨ જૂનથી ૧૫ જૂન સુધીના સમયગાળા દરમિયાન ભરતભાઇ (દિલ્હી) અને ચંદ્રેશભાઇ નામના ગ્રાહકે અલગ અલગ આંગડીયા પેઢીમાં હળવદ, ધ્રાંગધ્રા, દિલ્હી, રાજકોટ સહિતના શહેરમાં કુલ રુ. ૨૪,૬૨,૭૩૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ થોડીવારમાં આપી જવાનું કહ્યા બાદ મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરીને છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું. સુરેન્દ્રનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. પરંતુ આરોપીઓના કોઇ સગડ મળ્યા ન હતા. દરમિયાન ચંદ્રેશ નામ ધારણ કરીને છેતરપિંડી કરનાર શખ્સ રાજકોટમાં હોવાની માહિતી મળતા સુરેન્દ્રનગરના  એસ.વી.દાફડા, કોન્સ્ટેબલ મેહુલ મકવાણાએ રાજકોટ ક્રાઇમ બ્રાંચની મદદ માગી હતી. એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ વી.કે. ગઢવીની સૂચનાથી  બી.જે. જાડેજા, મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહિલે ભોગ બનનાર વિશ્વમ આંગડીયાની રાજકોટ, સુરેન્દ્રનગર ઓફિસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ચંદ્રેશનું પગેરુ દબાવતા આરોપીનું સાચુ નામ બ્રિજેશ કાંતીલાલ પાડલીયા (રહે, આર્યમાન સોસાયટી, બ્લોક નંબર -૨૧, ગોવર્ધન ચોક પાસે, ૧૫૦ ફૂટ રોડ, રાજકોટ) હોવાનું ખુલતા આરોપીને અટકાયતમાં લઇ લીધો હતો.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application