1 જૂનથી ખુલી જશે આ રાજ્યના 34 હજાર મંદિરો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ના કારણે કર્ણાટકમાં લગભગ પાછલા બે મહિનાની અંદર મંદિર પૂજા બંધ રહી હતી, આગામી માહ મહિના એટલે કે જૂન મહિનામાં મંદિરો ખુલવા જઈ રહ્યા છે. યેદીયુરપ્પા સરકારે મંદિરોના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ખોલવાની હરી ઝંડી આપી દીધી છે, તેની સાથે જ આજથી 52 મંદિરોમાં ઓનલાઇન સેવા બુકિંગ પણ શરૂ થઇ જશે.

 

 મદુરાઈકોટાના મંત્રી શ્રીનિવાસ પૂજારીએ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરરપા સાથે વાતચીત કર્યા બાદ પત્રકારોને સંબોધતા જણાવ્યું છે કે સરકારે 1 જૂનથી મંદિર ખોલવા માટે સહમતિ દર્શાવી છે. તેમણે એ પણ જણાવ્યું છે કે મંદિરોમાં પૂર્ણ રીતે ખોલવા અને ફરીથી પૂજન અર્ચન કરવા માટે હજુ પણ સમય લાગી શકે છે. આ રાજ્યમાં લગભગ 34હજાર મંદિરો આવેલા છે.

 

પૂજારીએ એમ  પણ જણાવ્યું છે કે દરેક મંદિરોને ખોલવામાં આવશે અને નિવારક ઉપાય કરવા માટે સામાજિક અંતર નિર્ધારિત કરવા માટેની તૈયારી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું છે કે હું અધિકારીઓ સાથે ચર્ચા કરીશ અને એ નિશ્ચિત કરીશ કે ઉપાય કરે જેથી શ્રદ્ધાળુઓની સુરક્ષા નિશ્ચિત રીતે થઈ શકે. મંદિરોમાં પુજારી અને ભક્તો બંને મંદિર ખોલવાની માગણી કરી રહ્યા છે ત્યારબાદ સરકારે આ નિર્ણય લેવાની ફરજ પડી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS