૨૫ વર્ષ જૂના મિત્રએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી દુકાનની ચાવી, મકાનની ફાઇલ લઇ લીધી

  • June 24, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના મોરબી રોડ પર રહેતા ઇમિટેશનના ધંધાર્થી અને તેમના મિત્રેએ ૨૫ વર્ષ જુના મિત્ર પાસેથી .૫ લાખ વ્યાજે લીધા હોય જેના બદલામાં વ્યાજ અને મુદલ સહિત .૬.૪૦ લાખ ચૂકવી દીધા છતા આરોપી વધુ ૧૨ લાખની પઠાણી ઉઘરાણી કરતો હતો.આટલું જ નહીં ઇમિટેશનના ધંધાર્થીની દુકાનની ચાવી અને તેના મિત્રની મકાનની ફાઇલ લઇ લેતા અંતે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે આરાધના સોસાયટીમાં રહેતા ઇમિટેશનના ધંધાર્થી પ્રેમજી મનજીભાઈ કાકડીયા (ઉ.વ ૫૬) દ્રારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના ૨૫ વર્ષ જૂના મિત્ર અરવિંદ શંભુભાઈ લખતરિયા (રહે.માંડા ડુંગર, મહીકા રોડ,રાજકોટ) નું નામ આપ્યું છે.

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પૂર્વે ઇમિટેશનના ધંધામાં પિયાની જર હોય જેથી મિત્ર અરવિંદ લખતરિયા જે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય તેની પાસેથી . ૩ લાખ ૩ ટકા વ્યાજ લીધા હતા. ત્યારબાદ તેઓ દર મહિને પિયા ૯,૦૦૦ વ્યાજ ચૂકવતા હતા. વર્ષ ૨૦૨૨માં ફરિયાદી તથા તેના મિત્ર ભરતભાઈ ગજેરાને પિયાની જરિયાત પડતા અરવિંદ પાસેથી .૧, તેમના માટે અને મિત્ર ભરત ગજેરા એ પિયા ૧ લાખ વ્યાજ લીધા હતા. વ્યાજે પૈસા આપ્યા ત્યારે અરવિંદ સિકયુરિટી પેટે ફરિયાદી પાસેથી તેના આવેલા મકાનની ફાઈલ લીધી હતી. ફરિયાદી બે વર્ષ સુધી પિયા ત્રણ લાખના માસિક પિયા ૯,૦૦૦ લેખે ૨.૧૬ લાખ તથા ચાર મહિના સુધી પિયા ૧ લાખના માસિક ૩૦૦૦ લેખે .૧૨,૦૦૦ વ્યાજ અરવિંદને ચુકવ્યું હતું તેમજ તેમના મિત્ર ભરતભાઈએ પણ . ૩,૦૦૦ લેખે ૪ મહિનાના કુલ પિયા ૧૨૦૦૦ ચૂકવ્યા હતા.
બાદમાં તારીખ ૮૨૨૦૨૪ ના પૈસાની વ્યવસ્થા થતા અરવિંદને પિયા બે લાખનો ચેક તથા પિયા ૧,૦૦,૦૦૦ ચૂકવી આપતા અરવિંદે મકાનની ફાઈલ પરત આપી દીધી હતી. એકાદ વર્ષ પહેલા ભરતભાઈએ પિયા એક લાખ ગુગલ પેથી અરવિંદને પરત ચૂકી દીધા હતા. ફરિયાદીને .૧,૦૦,૦૦૦ ચૂકવવાના બાકી હોય જેથી અરવિંદએ ભરતભાઈના મકાનની ફાઈલ પરત આપી ન હતી બાદમાં ફેબ્રુઆરી ૨૦૨૪ માં અરવિંદ અવારનવાર ફોન કરી તથા ઘરે આવી ફરિયાદી પાસેથી મુદ્દલ તથા વ્યાજના મળી પિયા ૧૨ લાખની માંગણી કરતો હતો. જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, મારે તમને એક લાખ દેવાના બાકી છે તેમ કહેતા ગાળો આપી હતી તેમજ ફરિયાદીના મિત્રની ફાઈલ પરત આપતો ન હતો. બે માસ પૂર્વે ફરિયાદીના ઘરે આવી બળજબરી પૂર્વક ફરિયાદીની સતં કબીર રોડ પર જલગંગા ચોક સદગુ સાનિધ્ય કોમ્પ્લેકસમાં આવેલી દુકાનની ચાવી લઈ ગયો હતો અને કહ્યું હતું કે ૧૨,૦૦,૦૦૦ આપો ત્યારે દુકાનની ચાવી લઈ જજો.
આમ ફરિયાદીએ અરવિંદ લખતરિયા પાસેથી કટકે કટકે પિયા ચાર લાખ તથા તેના મિત્ર ભરતભાઈ પિયા ૧ લાખ ૩ ટકા વ્યાજ લીધા હોય જેમાં કુલ પિયા ૨.૪૦ લાખ વ્યાજ તથા મુદ્દલ ૪,૦૦,૦૦૦ ચૂકવી દીધી હોવા છતાં વધુ પિયા ૧૨ લાખની માંગણી કરી ફરિયાદીના મિત્રની મકાનની ફાઈલ અને ફરિયાદીની દુકાનની ચાવી પડાવી લીધી હોય આ અંગે તેણે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application