સોમવારથી ગુજરાતમા ફ્રિ વેક્સિનેશન ફોર ઓલ: ઓન ધ સ્પોટ વેક્સિનેશન

  • June 18, 2021 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી સોમવાર એટલે કે તા 21 જુનથી ભારત સરકારના ખર્ચે  ફ્રી વેક્સિનેશન ફોર ઓલ શરૂ થશે. ગુજરાત સરકારે આ દિવસથી જ 18 થી 45 વર્ષ સુધીની વય જૂથના લોકો ને ઓફ ધ સ્પોટ વેક્સિનેશન કરશે.એટલે કે અગાઉ રજિસ્ટ્રેશન કયર્િ વગર સીધા જ વેક્સિનેશન કરવાનો નિર્ણય કરી દીધો છે. આ સંદર્ભે ગઈકાલે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે તમામ જીલ્લા કલેક્ટરોને મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને તેમાં ઓન ધ સ્પોટ વેક્સિનેશન માટેની તૈયારી કરવા સૂચના આપી હતી. આ વેક્સિનેશન માટે દિલ્હી ની પેટર્ન અપ્નાવવામાં આવશે જ્યાં વોટીંગ ત્યાં જ વેક્સિન સૂત્ર સાથે કામગીરી કરવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે.

 


અત્રે નોંધવું જરૂરી છે કે ગુજરાત રાજ્યમાં વેક્સિનેશન ની કામગીરી અત્યાર સુધીમાં માત્ર 33% જેવી થઇ છે અને આ કામગીરી ખૂબ જ ધીમી હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા નોંધવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરોની અંદર ગુજરાતમાં ફક્ત જામનગર શહેર એવું છે કે જ્યાં પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 95 ટકા છે અને બંન્ને ડોઝ લેનાર ની સંખ્યા 16 ટકા છે .બીજા ક્રમે ગાંધીનગર શહેર આવે છે. જેમાં રસીકરણની કામગીરીમા પ્રથમ ડોઝ ની કામગીરી 77 ટકા થઈ છે. જ્યારે બીજા ડોઝ ની કામગીરી 14% થઈ હોવાનું આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે ત્રીજા ક્રમે રાજકોટ જિલ્લો આવી રહ્યો છે જેમાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 60 ટકા છે. જ્યારે બંને ડોઝ લેનારની સંખ્યા 11ટકા છે રાજ્યના મહાનગરોમાં સૌથી નબળી કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાની હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 42ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે બંને ડોઝ લેનારા લોકોની ટકાવારી માત્ર 7ટકા છે.

 


રાજ્યના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં 33 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે ત્યારે બંને ડોઝ લેનારા ની સંખ્યા માત્ર 9.5 ટકા જ થવા જાય છે. રાજ્યમાં રસીકરણની કામગીરીને ખૂબ જ નબળો પ્રતિસાદ મળી રહ્યાની ચાડી ખાઇ રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા સોમવારથી વિશેષ ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 


અત્રે નોંધવું જરૂરી છે કે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વય જૂથના ચાર કરોડ ત્રેસઠ લાખથી વધારે નાગરિકો કોરોના ની વેક્સિનેશનની લેવાની પાત્રતા ધરાવે છે.આ પાત્રતા ધરાવતા લોકો પૈકીના માત્ર 46.9લાખ નાગરિકોએ વેકશીનના  બન્ને ડોઝ લીધાની વિગતો બહાર આવી છે. જે 10 ટકાથી ઓછી કામગીરી બતાવે છે.આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સોમવારથી બુથ વાઈઝ વેક્સિનેશન ઝુંબેશ તરીકે લેવાનો નિર્ણય કરવામા આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS