મોરબી ગેરેજ સંચાલક દ્વારા કોરોના આવશ્યક વાહનોનું થશે ફ્રી રિપેરિંગ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી વચ્ચે વાહનવ્યવહાર બંધ છે અને જીવનજરૂરી સિવાયની તમામ સેવાઓ બંધ છે ત્યારે કોરોના સામે જંગ લડતા કર્મવીરોના વાહનોના રીપેરીંગ માટે મોરબીની મોમાઈ મોટર્સ દ્વારા નિશુલ્ક સેવા આપવાનું એલાન કરાયું હતું અને સબજેલમાં મારૂતિવાનમાં રીપેરીંગની જરૂર હોય જ્યાં પહોંચીને રીપેરીંગ કરી આપવામાં આવ્યું હતું. શનાળા પાસે આવેલ મોમાઈ મોટર્સના હરદેવસિંહ જાડેજાએ કોરોના સામે જંગ લડતા કર્મવીરોની મદદ માટે નિર્ધાર કર્યો હોય અને મોરબી સબ જેલની મારૂતિવાન અચાનક બંધ થતા જેલર એલ વી પરમાર દ્વારા તેનો સંપર્ક કરતા જેલ પર આવીને મારૂતિવાનની પેટ્રોલ ટાંકી અને બેટરી રીપેરીંગ અને ચાર્જીંગ કરી જુનું પેટ્રોલ તમામ બદલી કરવાનું જણાવી મારૂતિવાન રીપેરીંગ કરેલ અને કામગીરીની ચકાસણી કરી કામ સંતોષકારક રીતે પૂર્ણ કરી આપ્યું હતું જેથી કોરોના મહામારી સમયે મોમાઈ મોટર્સની ફ્રી સેવાની કામગીરીને જેલરે બિરદાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS