ગેસ કનેકશન લેવાનું થયું સહેલું, ગમે તે એડ્રસ પર મફતમાં મળશે આ સુવિધા 

  • August 07, 2021 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમે નિઃશુલ્ક LPG કનેકશન મેળવવા માંગો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઉજ્જવલા યોજનાનો બીજો તબક્કો લાગુ કરવા જઈ રહી છે. સરકારી તેલ કંપનીઓ હવે ઉજ્જવલાના બીજા તબક્કાના અંતિમ ચરણમાં છે. આ સુવિધાનો લાભ લેવા માંગો છો તો તમે ઘરે બેસીને પણ અરજી કરી શકો છો. આ યોજના હેઠળ એવા લોક પણ LPG કનેકશન લઈ શકશે કે જેની પાસે પેરમનેન્ટ સરનામું નથી. 

 

આ યોજનાનો લાભ શહેરોમાં રહેતા ગરીબ લોકોને, દેશના વિવિધ ભાગોમાં નોકરી અથવા કામના કારણે જે લોકોને બદલવું પડે તે બધાને આ યોજનાનો લાભ મળશે. આ સાથે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ યોજના હેઠળ 1 કરોડ ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે.

 

2016 એ શરૂ થઈ આ યોજના 

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 મે 2016 ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી. ધુમાડાને કારણે થતા નુકસાનને ધ્યાનમાં રાખીને સરકારે મહિલાઓને મફત ગેસ સિલિન્ડર કનેક્શન આપવાની યોજના બનાવી હતી. આ યોજના હેઠળ, તમે ઘરે બેઠા મફત LPG સિલિન્ડર કનેક્શન માટે અરજી કરી શકો છો. અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. ઉપરાંત, તેમની પાસે બેંક ખાતું અને બીપીએલ કાર્ડ હોવું જોઈએ.

 

આવી રીતે કરો ઓનલાઇન અરજી 
 

1) pmujjwalayojana.com ઓપન કરો, હોમપેજ પર ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરો 

2) પીએમ ઉજ્જવલા યોજનાનું ફોર્મ આવશે 

3) ફોર્મમાં પોતાનું નામ, ઇ-મેલ અને ફોન નંબર નાખો 

4) OTP માટે ક્લીક બટન પર ક્લીક કરો 

5) ત્યાર બાદ ફોર્મ ડાઉનલોડ કરો 

 

LPG ગેસ એજન્સીમાં ફોર્મ સબમિટ કરો

 

તમારે આ ફોર્મ તમારી નજીકની LPG એજન્સીમાં જઈ સબમિટ કરવાનું રહેશે. આ સાથે, તમારે આધાર કાર્ડ, સ્થાનિક સરનામાંનો પુરાવો, BPL રેશન કાર્ડ અને ફોટો સાથે જરૂરી દસ્તાવેજ લઈ જવાના રહશે. બધા ડોક્યુમેન્ટ તપાસ્યા બાદ તમને ગેસ કનેકશન મળી જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021