મુન્દ્રાના શીપીંગ એજન્ટ સાથે ર૦ લાખની છેતરપીંડી

  • June 30, 2020 10:04 AM 545 views


ગાંધીધામ ઃ ઓનલાઈન છેતરપીંડીના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. આવા જ એક બનાવમાં મુન્દ્રાના શીપીંગ એજન્ટ સાથે છેતરપીંડી કરી ર૦ લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મુન્દ્રાના બુખારી શીપીંગ એન્ડ લોજીસ્ટીકના સંચાલક આમીર હુસેન બુખારીએ ફરિયાદ નોંધાવી છે કે પોતાનો વોડાફોન કંપનીનો ફોન બંધ થઈ જતા ફરિયાદ કરી હતી. જે સંદર્ભે કંપનીના કેર સેન્ટરમાં જાણ કરતા કેરમાંથી આ ફોન ચોરાઈ ગયો હોઈ આ ફોન બંધ કરવાની રીકવેસ્ટ આવી હોવાનું જણાવ્યું હતું. સેવા પુનઃ ચાલુ કરી દેવામાં આવી હોવાનું જાણ કરતા કેર માંથી મળેલા નંબર પર આમીર હુસેન બુખારીએ ફોન કર્યાે હતો. જ્યારે સામેથી મારો ફોન ખોવાઈ ગયો હોવાથી બંધ કર્યાે હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન રાત્રીના એ જ નંબર પરથી મીસ કોલ આવ્યા બાદ ફરીથી પોતાનો ફોન બંધ થઈ ગયો હતો અને રાત્રે અલગ અલગ ટ્રાન્ઝેકશનથી ૧૯.૯૭ લાખ ઉપડી ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.


એનઈએફટીમાં ટ્રાન્ઝેકશન ઓટીપી વગર શકય નથી ત્યારે એવા સમયે ઈમેઈલથી આવેલા ઓટીપી દ્વારા આ ટ્રાન્ઝેકશન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં મનાઈ રહ્યું છે. દરમ્યાન તપાસ કરતા પોતાનું ઈમેઈલ આઈડીમાં કોઈ દ્વારા લોગઈન કરવામાં આવ્યું હોવાનું પણ જણાયું હતું. મુન્દ્રા પોલીસે આઈટી એક્ટ હેઠળ છેતરપીંડીનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application