5 દિવસથી બળી રહ્યું છે ફ્રાંસ, આજે પણ સેંકડો લોકોની અટકાયત, 17 વર્ષના નાહેલની હત્યા બાદ જાણો શું થયું ?

  • July 02, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફ્રાન્સમાં 17 વર્ષના છોકરાની હત્યાને લઈને વિરોધ પ્રદર્શન હજુ સુધી ચાલી રહ્યું છે. સત્તાવાળાઓએ શનિવારે રાતોરાત દેશભરમાં સેંકડો લોકોની ધરપકડ કરી હતી. ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમાનિને પોતાના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે શનિવારે રાતોરાત 427 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ફ્રાન્સમાં શુક્રવારે 1300થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.


17 વર્ષીય નાહેલની હત્યા બાદ તેની માતા મૌનિયાએ મોત માટે એક પોલીસકર્મીને જવાબદાર ગણાવ્યો હતો, જેણે તેના પુત્ર પર ગોળીબાર કર્યો હતો. આ હત્યાથી અશાંતિ ફેલાઈ હતી અને હત્યા પાછળનું મુખ્ય કારણ જાતિવાદ હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સમાં ઉગ્ર વિરોધને કારણે જર્મનીની તેમની રાજ્ય મુલાકાત મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.


ફ્રાન્સના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે હિંસાની ચોથી રાત બાદ 1,311 લોકોની અટકાયત કરવામાં આવી હતી. અહેવાલ મુજબ  જાહેર માર્ગો પર 2,560 આગ લાગવાની ઘટનાઓ બની હતી, 1,350 કાર સળગાવી દેવામાં આવી હતી અને ઇમારતોમાં 234 આગ લાગી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે 79 પોલીસ ઘાયલ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application