કોરોનાનો કહેર વધતાં ફ્રાન્સમાં પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર

  • October 28, 2020 02:04 AM 527 views

કોરોના વાયરસના વધતાં મામલા વચ્ચે ફ્રાંસે સમગ્ર દેશમાં સાર્વજનિક સ્વાસ્થ્ય સ્થળોને લઈ ઈમરજન્સીની જાહેરાત કરી છે. તેનાથી ફ્રાંસના તંત્રને અનેક પ્રકારની તાકાત મળશે. જેનો ઉપયોગ તેઓ કોરોનાનું સંક્રમણ રોકવા બનાવેલા નિયમો લાગુ કરવામાં કરી શકશે.


દેશમાં ઈમરજન્સી લાગુ કરવાની જાણકારી આપતાં ફ્રાંસ સરકારે કહ્યું, કોરોના વાયરસ મહામારી સાર્વજનિક સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે અને લોકના સ્વાસ્થ્યને ખતરામાં નાંખી શકે છે. સરકાર દ્વારા ઇમરજન્સીની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ તેમાં કોરોના અટકાવવા કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે તેની જાણકારી આપવામાં આવી નથી. સરકાર લોકોના સ્વાસ્થ્યને લઈ કેટલાક ખાસ પગલાં ભરશે તેમ માનવામાં આવી રહ્યું છે.


ફ્રાંસમાં કોરોના વાયરસના કુલ કેસ 7,79,063 પર પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં 22,591 નવા કેસ આવ્યા છે અને 104 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર મુજબ ફ્રાંસમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 33,037 સુધી પહોંચી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application