3 માઇલ નજીક અજાણ્યા વાહને ઠોકર મારતા શિયાળ ઘાયલ

  • October 28, 2020 02:04 AM 311 views

પોરબંદરના 3 માઇલ નજીક અજાણ્યા વાહને ઠોકર મારતા શિયાળ ઘાયલ થયું છે જેને વનવિભાગની ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી છે અને તે સંપુર્ણ સ્વસ્થ થશે ત્યારે જંગલમાં છોડી દેવાશે.

 

પોરબંદર-ખંભાળીયા હાઇવે પર ત્રણ માઇલ નજીક એક અઠવાડિયા પહેલા પુરપાટવેગે જઇ રહેલા અજાણ્યા વાહનની હડફેટે એક શિયાળ આવી જતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી આથી સ્થાનિકે આ અંગે વનવિભાગને જાણ કરતાવ નપાલ મહેન્દ્ર ચૌહાણ અને આર.બી. મોઢવાડીયા તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત શિયાળને પોરબંદરના પક્ષી અભ્યારણ્ય ખાતે લાવ્યા હતા. અહીં વનવિભાગના તબીબ ડો. ભરત કણજારીયાએ તેની સઘન-સારવાર કરી હતી અને નિયમિત સાર-સંભાળ અને સારવારના કારણે આ શિયાળની સિથતિમાં ઘણો સુધારો થયો છે અને હજુ એકાદ અઠવાડિયાની સારવાર બાદ સંપુર્ણ સ્વસ્થ થઇ જતાં તેને જંગલમાં છોડવામાં આવશે તેવું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application