ચશ્માથી છૂટકારો મેળવવા માટે મદદરૂપ થશે ચાર યોગાસન

  • September 11, 2021 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં લોકો તેમના સ્વાસ્થ્ય અને આંખોની સંભાળ રાખવામાં અસમર્થ બન્યા છે. રોજ મોબાઈલ તથા ઓફિસમાં સતત કોમ્પ્યુટર સ્ક્રીન પર નજર રાખવાથી આંખો પર ખરાબ અસર પડી રહી છે. આ જ કારણથી આંખમાં બળતરા, શુષ્કતા જેવી સમસ્યાઓ વધી રહી છે. કલાકો સુધી સ્ક્રીન પર કામ કરવાથી દૂર અને નજીકની દ્રષ્ટિ નબળી હોવી સામાન્ય છે. પરિણામે આજે સમય પહેલા આંખોની રોશની ઓછી થઈ જાય છે. જો તમને પણ આવી સમસ્યા છે, તો કેટલાક યોગાસનની મદદથી આંખોની રોશની વધારી શકાય છે.

 

1) સામે તરફ જુઓ :

* સૌ પ્રથમ, તમારા પગને લાંબા કરો,

* ડાબા હાથથી મુઠ્ઠી બનાવો. આ પછી, તમારા હાથને ડાબા ઘૂંટણ પર મૂકો.

* હવે તમારી આંખો ડાબા અંગૂઠા પર કેન્દ્રિત રાખો.

* પછી તમારી આંખની સામે ઉંચાઈ પર બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો.

* આ પછી, તમારા જમણા હાથના અંગૂઠાથી સમાન પ્રક્રિયાને પુનરાવર્તિત કરો.

 

2) આંખો ઝબકાવો:

* આ આસન કરવા માટે, સૌ પ્રથમ બેસી જાઓ અને તમારી આંખો ખુલ્લી રાખો.

* હવે ઓછામાં ઓછી દસ વખત તમારી આંખો ઝડપથી ઝબકાવો.

* આ પછી, તમારી આંખો 20 સેકન્ડ માટે બંધ રાખો અને તેને આરામ આપો.

* આ પ્રક્રિયાને પાંચ વખત પુનરાવર્તન કરો.

 

3) તાલી પાડો :

* આંખોને સ્વસ્થ રાખવા માટે આ યોગ આસન ખૂબ જ અસરકારક છે.

* આ કરવા માટે, પહેલા તમારી આંખો બંધ કરીને બેસો અને ઉંડા શ્વાસ લો.

* હવે તમારી હથેળીઓને એટલી ઝડપથી ઘસો કે તે ગરમ થઈ જાય.

* હવે હથેળીઓ અને આંખોના સ્નાયુઓમાં હૂંફનો અનુભવ કરો.

* આ પ્રક્રિયા ત્રણ વખત પુનરાવર્તન કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application