પોરબંદરના બોખીરામાં ચાર મહીલાઓ દેશીદારૂ સાથે ઝડપાઇ

  • February 14, 2020 02:31 PM 19 views

પોરબંદરમાં માત્ર પુરૂષો જ નહીં મહીલાઓ પણ દારૂના ધંધા કરે છે ત્યારે ચાર જેટલી બોખીરા વિસ્તારમાં રહેતી મહીલાઓ કે જે અનેક વખત પોલીસ ચોપડે પ્રોહીબીશનના ગુન્હામાં ઝડપાઇ ચુકી છે તેઓ સામે વધુ એક ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.


બોખીરા–તુંબડામાં હનુમાન મંદિર પાસે રહેતી શાંતિબેન જયેશ થાનકી ઉ.વ. પ૦ ને દારૂની ૧૮ કોથળી સહિત ૩૬૦ના મુદ્દામાલ સાથે હનુમાન મંદિર પાસેથી પકડી પાડી હતી. બોખીરા રબારીકેડામાં શિવમંદિર સામેની ગલીમાં રહેતી રાણી બાલુ મોઢવાડીયા ઉ.વ. પ૦ ને ૧૫ લીટર આથા અને કેન સહિત મુદ્દામાલ સાથે તેના ઘરેથી પકડી પાડવામાં આવી છે. બોખીરા ઠેબાના ફળીયામાં રામમંદિર પાસે રહેતી દેવી ઉર્ફે કારી સરમણ ઓડેદરા ને પણ દારૂની ૧૮ કોથળી સહિત ૧૮૦ના મુદ્દામાલ સાથે તેના મકાનમાંથી પકડી પાડવામાં આવી છે. બોખીરાના અરશી ફળીયામાં રહેતી રાણી ઉર્ફે સખી કરશન ઓડેદરાને પણ તેના મકાનમાંથી દારૂની ૧૬ કોથળી સહિત ૧૬૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ મહીલાઓ સામે અગાઉ પણ ઉધોગનગર પોલીસ મથકમાં દારૂના ગુન્હાઓ નોંધાઇ ચુકયા છે.