કોડીનારમાં બે સ્થળેથી વિદેશી દારૂની ૨૨૧ બોટલ સાથે ૩ ઝડપાયા

  • June 19, 2021 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર પોલીસે મળેલ બાતમીના આધારે બે સ્થળેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૨૨૧ તથા હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મોટર સાઈકલ સહિત રૂ.૩૫૬૦૦ સાથે ત્રણ આરોપીઓને પખડી પાડી ધોરણરની કાર્યવાહી હાથ ધરી હતી.


કોડીનાર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એસ.એન.ચુડાસમાને મળેલ બાતમીના આધારે કોડીનાર જંગલીપીર સોસાયટી તરફ સંજય સરમણ ચુડાસમા પોતાની ગ્રે કલરની એક્ટિવા મોટર સાઈકલવાળી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈગ્લીશ દા) લઈને નીકળતા તેને એક્ટિવામાં આગળ પગ પાસે ચાર પુંઠાના ચાર બોકસમાં શીલપેક બોટલો નંગ ૧૯૨ હોય જેની કુલ કિ.રૂ.૯૬૦૦ તથા એક્ટિવા મોટરસાઈકલની કિ.રૂ.૧૫૦૦૦ મળી કુલ કિ.રૂ.૨૪૬૦૦નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.


આ ઉપરાંત કોડીનાર પોલીસ સ્ટેશન ટાઉન બીટ ઈન્ચાર્જ પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પુંજસિંહ તથા અભેસિંહ ભવાનભાઈ તથા પોલીસ કોન્સ. ગોપાલભાઈ દિપસિંહે સંયુકતના ભારતીય બનાવટના વિદેશી દારૂ સીગ્રામસની કંપની શીલપેક બોટલો નંગ ૨૩ તથા એરાબેલા ઓરેન્જ વોડકાની કંપની શીલપેક બોટલો નંગ ૬ મળી કુલ બોટલ નંગ ૨૯ જેની કુલ કિં.રૂ.૧૧૦૦૦ની સાથે ઝડપાઈ જવા પામ્યો હતો.


આમ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીના કુલ ૨ ગુના દાખલ કરી દા‚ની કુલ બોટલ નંગ ૨૨૧ જેની કુલ કિ.રૂ.૨૦૬૦૦ પકડી પાડવામાં આવેલ છે. જયારે આરોપીઓ સંજયભાઈ સરમણભાઈ ચુડાસમા, રફિકભાઈ હુસેનભાઈ જુણેજા, દિપકભાઈ બાલુભાઈ કામળિયા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS