વેલેન્ટાઈન ગિફ્ટ પણ નહીં આવે પાર્ટનરને યાદ જો આજે કરશો આ 3 કામ  

  • February 14, 2020 12:23 PM 7 views

14 ફેબ્રુઆરી એટલે પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ. આજના દિવસે દરેક પત્ની અને પ્રેમીકા ઈચ્છે છે કે તેનો પાર્ટનર તેના પ્રત્યેનો પ્રેમ ખાસ રીતે અને ગિફ્ટ સાથે વ્યક્ત કરે. પરંતુ કેટલાક લોકો આ પોતાની પાર્ટનર માટે ગિફ્ટ લેવાનું ભુલી જાય છે. જો તમે પણ ગિફ્ટ લેવાનું ભુલી જાઓ તો પાર્ટનરને આ રીતે પણ ખુશ કરી શકો છો. આ રીતે પાર્ટનરને ખુશ કરશો તો તે ગિફ્ટ નથી લાવ્યા તે વાત પણ ભુલી જશે. 

  
સમય આપો: તમારી ગર્લફ્રેન્ડ અથવા પત્નીને સમય આપો. સ્ત્રીઓ તમારા પ્રેમને એ વાત પરથી પણ સમજી જશે કે તમે તેને કેટલો સમય આપો છો. દિવસભર વ્યસ્ત રહ્યા હોય તો સાંજથી પત્નીને સમય આપો અને ખાસ કરીને ફોનને સાઈડમાં રાખી દો. ગેરેન્ટી છે કે પત્નીને એ વાતનો ગુસ્સો નહીં આવે કે તમે ગિફ્ટ ન લાવ્યા. 

 

વખાણ કરો: જીવનસાથીના દેખાવ, હેરસ્ટાઇલ, કપડા અને તેણે તમારા માટે કરેલા કામોની પ્રશંસા કરવાનું શીખી જાઓ. તમારા શબ્દો તેમના માટે ગિફ્ટ કરતાં પણ મુલ્યવાન હશે.   
 
સોરી બોલવાની કળા :જ્યારે તમને લાગે કે પાર્ટનરને તમારી કોઈ વાતથી ગુસ્સો આવે છે, ત્યારે જલ્દીથી માફી માંગો. ગિફ્ટ લાવવાનું ભુલી ગયા તે વાત પણ સોરી કહી સ્વીકારી લો.
 
સલાહ  લેવાનું યાદ રાખો:  ગિફ્ટ ભુલી ગયા તે વાતને ભુલી પણ શકાય છે. પરંતુ ભુલથી પણ પત્નીની સલાહ લીધા વિના કોઈ પ્લાનીંગ કરવું નહીં. તેને પાસે બેસાડી તેની ઈચ્છા કેવી રીતે સમય પસાર કરવાની છે તે જાણી અને રાતના ડીનર, આઉટિંગ કે અન્ય કોઈ પ્લાન બનાવો.