જામનગરમાં લુડો ગેમનો જુગાર રમતા ચાર રીક્ષાચાલક પકડાયા

  • March 11, 2023 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોલેરીયમવાળી ગલીમાં પોલીસ પ્રગટી : મોબાઇલ અને રોકડ કબ્જે

જામનગરમાં સોલારિયમ વિસ્તારમાં જાહેરમાં ઊભા રહીને મોબાઈલ ફોન ની એપ્લિકેશન મારફતે લુડો નામની ગેમ પર રૂપિયાની હારજીતનો જુગાર રમી રહેલા ચાર રીક્ષા ચાલકોને પોલીસે પકડી પાડ્યા છે, અને મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ કબજે કરી છે.
જામનગરના સોલેરિયમ પાસે કેટલાક રીક્ષા ચાલકો ઉભા રહીને મોબાઈલ ફોનમાં લુડો ની ગેમ પર જુગાર રવી રહ્યા છે તેવી ચોક્કસ બાતમી સીટી-બી પોલીસને મળી હતી આથી પોલીસે સોલેરીયમ વિસ્તારમાં દરોડો પાડયો હતો.


દરોડા દરમિયાન  મોબાઇલ ફોનમાં જુગાર રમી રહેલા કૌશલનગર બ્લોક નં. ૨૦૪માં રહેતા જતીન ઉર્ફે જીત રાજેશભાઈ મહેતા, ડેન્ટલ કોલેજ સામેની ગલીમાં રહેતા યાસીન યુસુફભાઈ સંધી, અશરફ ઉર્ફે જોન્ટી અબ્દુલભાઈ શેખ અને વિનાયકપાર્કમાં રહેતા નિમિષ નરેન્દ્ર ભાઈ મોડ નામના ચાર રિક્ષાચાલકોની પોલીસે અટકાયત કરી લઈ, તેઓ પાસેથી ૨,૭૨૦ ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત ૧૧,૨૨૦ ની માલમતા કબજે કરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application