પાટણ–સાબરકાંઠામાં ચાર અને ભાવનગરમાં એક પોઝિટિવ કેસ નોંધાયા: રાજ્યમાં કુલ ૧૫૧ દર્દી

  • April 07, 2020 10:48 AM 405 views

ગુજરાતમાં હવે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં કૂદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. રાયમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો ૧૫૧ પર પહોંચી ગયો છે. સોમવારે મોડી રાતે ૨ વાગ્યાની આસપાસ ભાવનગરમાં એક અને આજે સવારે પાટણના સિદ્ધપુરના નેદ્રા ગામમાં ત્રણ પોઝિટિવ કેસો સામે આવ્યા છે.એક કેસ સાબરકાંઠામાં પણ નોંધાયો છે. આ સાથે જ રાયમાં કોરોના હવે ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયો હોય તેવું સ્પષ્ટ્ર દેખાઈ રહ્યું છે. પરંતુ હવે જે જિલ્લાઓમાં કોરોનાએ પગપેસરો નહોતા કર્યેા તેવી જગ્યાએ પણ કોરોના પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે.


પાટણમાં કોરોનાનાં કુલ ૩ નવા કેસ પોઝિટિવ સામે આવતા હાહાકાર મચી ગયો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના ૩ યુવકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. જેના કારણે ગામમાં હાલ ડરનો માહોલ બનેલો છે. એવું કહેવાઈ રહ્યું છે કે સિદ્ધપુરના કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં હતા. આ સાથે જ હવે પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આકં કુલ ૫ પર પહોંચી ગયો છે. સિદ્ધપુરના નેદ્રા ગામમાં પોઝિટિવ દર્દીઓ અગાઉ અન્ય એક કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવ્યા હતા.


સાબરકાંઠામાં પ્રથમ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને મેડિકલ કવાર્ટર્સમાં રહેલા બ્રધરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બ્રધરનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સાથે કામ કરતા ૨૨ લોકોને કવોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ બ્રધમ મૂળ રાજસ્થાનનો વતની છે. હિંમતનગર સિવિલમાં ફરજ બજાવતા યુવકનો કોરોના પોઝિટિવ આવતા તત્રં હરકતમાં આવી ગયું છે.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠામાં એક કેસ પોઝિટિવ નોંધાતા હવે ગુજરાતની સ્થિતિ વધુ વણસી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક કેસ નોંધાયો છે. હિંમતનગર સિવિલમાં સ્ટાફ તરીકે ફરજ બજાવતા ૩૩ વર્ષના યુવકને કોરોના પોઝિટિવ કેસ સામે આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે.


એવું જાણવા મળી રહ્યું છે કે આ યુવક રાજસ્થાનનો હતો. પરંતુ તેને કઈ રીતે પોઝિટિવ આવ્યો તેની તપાસ શ કરાઈ છે. આ યુવકના સંપર્કમાં ૨૨ લોકો આવ્યા છે, તે તમામને કોરિટાઇન કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટીવ આવેલો યુવક હિંમતનગર સિવિલ આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતો હતો. સોમવારે મોડી રાત્રે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી હવે જિલ્લાની તમામ ટીમ હરકતમાં આવી ગઈ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application