એસ્ટ્રોન નાલા પાસે છરી, પાઈપ તોલાથી હુમલાની ઘટનામાં મહિલા સહિત ચારના જામીન મંજૂર

  • July 02, 2021 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના એસ્ટ્રોન નાલા, વિકાસ મેડિકલ પાસે બે ફ્રૂટના વેપારીઓ વચ્ચે છરી, પાઇપ, વજન કરવાનું તોલુ અને સિમેન્ટના બ્લોકથી હુમલામાં સામ-સામે ફરિયાદ થતા માલવિયાનગર પોલીસે ઇમરાન અહેમદભાઇ મહેતરની ફરિયાદના આધારે રમેશ મણીભાઈ પાટડીયા, ગીતાબેન રમેશભાઈ પાટડીયા, પ્રવીણ કાશીરામ તાજપરિયા અને કલ્પેશ કાશીરામ તાજપરિયાની ધરપકડ અને ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટ ની સૂચનાથી જેલ હવાલે કર્યા હતા.

 

 

EXCLUSIVE LIVE :- રાજકોટ ના એસ્ટ્રોન નાલા પાસે રેંકડી રાખવા બાબતે જાહેરમા ધોકાપાઈપ વડે મારામારી

Posted by Aajkaaldaily.com on Wednesday, June 9, 2021


મહિલા સહિતના આ ચાર આરોપીએ બાદમાં જેલમાંથી જામીન ઉપર છૂટવાની અરજી કરી હતી. જે અરજી સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બચાવ પક્ષ દ્વારા રજૂ કરાયેલી આ કેસની હકીકત અને દલીલોને ધ્યાનમાં લઇ જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી એન દવેએ આરોપીઓને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો હતો. આ કામમાં આરોપીઓ હતી વકીલ ચીમનભાઈ સાંકળિયા અતુલ બોરીચા મનીષા પોપટ વિજય સોંદરવા વિજય બાવળીયા અહેસાન કલાડિયા અને એન. સી. ઠક્કર રોકાયા હતા.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS