બેડી નાકા પાસે એપાર્ટમેન્ટમાં આગ મહિલા સહિત ચારને રેસ્ક્યુ કરાયા

  • April 17, 2021 03:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના બેડી નાકા પાસે આવેલા કોમલ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી.બનાવ બનતા તેમાં રહેતા માતા સંતાનો સહિત ચાર વ્યક્તિ બાથરૂમમાં જીવ બચાવવા પુરાઈ ગયા હતા ત્યાર બાદ ફાયરબ્રિગેડના સ્ટાફે ચારેયને રેસ્ક્યુ કરી હોસ્પિટલે સારવારમાં ખસેડયાં હતા.

 

ગેસના બોટલમાં લીકેજ હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસ માં જાણવા માં આવ્યું છે. બેડીપરામાં આવેલ કોમલ એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડને કોલ જાણ થતાં ફાયર ફાઈટર સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.જે જગ્યાએ આગજની નો બનાવ સામે આવ્યો હતો.ત્યાં મીની ફાયર ફાઈટર જઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ હતી. એપાર્ટમેન્ટમાં બે બાળકો અને એક મહિલા ફ્લેટમાં હતા જેમાંથી ધારાબેન વિશાલભાઈ તન્ના(ઉ.વ.30) અને તેમના સંતાનો હર્ષિલ(ઉ.વ.8) અને ચાર માસની પુત્રી તેમજ એક નણંદ ભાવનાબેન પણ ત્યાં ફ્લેટમાં પુરાઈ ગયા હતા.ધારાબેન તેમના સંતાનો ને બચાવવા બાથરૂમમાં એક કલાક સુધી પુરાઈ ગયા હતા.

 

ફાયર બ્રિગેડની ટિમ આગ બુઝાવી મહિલા તેમજ તેના બંને બાળકોને રેસ્ક્યુ કરાવવામાં આવ્યા હતા. મહિલાએ સાવચેતી માટે અંદરના રૂમમાં એટેચ બાથરૂમ ની અંદર પોતાના બન્ને સંતાનોને લઈ ગઈ હતી.મહિલાના ચાર મહિનાના બાળક સહિત ચાર વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ધારાબેનના પતિ વિશાલભાઈ પરા બજારમાં નાળિયેરનો વેપાર કરે છે વેપારીને ચૂકવવાના રૂ.2.50 લાખની રોકડ આગમાં બળી ગઈ હતી.વિશાલભાઈ તન્નાનું મકાન રીનોવેશન થતું હોય માટે તેમના મિત્રના કોમલ એપાર્ટમેન્ટમાં આવેલા ફલેટમાં રહેતા હતા. આઠ વર્ષનો બાળક દૂધ ગરમ કરવા સ્ટવ પાસે જઈ દીવાસળી સળગાવી ને ભડકો થયો હતો અને આગ લાગી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS