સલાયામાં જુગાર રમતા ચાર શખ્સોની અટકાયત
૧૧ હજારની રોકડ, ૩ મોબાઇલ અને સાહિત્ય જપ્ત
સલાયા મરીન પોલીસ પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ જોગલ,વિપુલભાઈ ડાંગર અને કરણભાઇ સોંદરવાને સંયુક્ત રીતે બાતમી મળેલ કે સલાયા તળાવની પાળ પાસે અમુક ઇસમો જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી અને પૈસાની હારજીત કરે છે.
જે અનુસંધાને બે પંચોને સાથે રાખી સલાયા મરીન પોલીસ દ્વારા રેઇડ કરતા ત્યાં ચાર ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા ત્યાં રોકડા ૧૧૦૮૦ રૂપિયા તેમજ મોબાઇલ નંગ ૩ જેની કિંમત ૨૦૦૦૦ તથા જુગાર રમવાના સાધનો સાથે કુલ રૂપિયા ૩૧૦૮૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી દ્વારકા જિલ્લા એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસના પીઆઇ જે.એમ.ચાવડા તેમજ એએસઆઈ સંજયભાઈ બરારીયા, હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ જોગલ,વિપુલભાઈ ડાંગર, ઓમદેવસિંહ જાડેજા, કરણભાઈ સોંદરવા,સિદ્ધાર્થભાઇ સોલંકી વગેરે જોડાયા હતા.