દેશમાં કોરોનાના એક, બે નહીં ચાર નવા વેરિયન્ટ, ત્રીજી લહેર માટે જે કારણ બની શકે

  • June 28, 2021 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર હળવે હળવે શાંત પડી રહી છે પરંતુ નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે બીજી લહેર માટે ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર છે. સાથે સાથે તેમણે એવી ચેતવણી પણ આપી છે કે કોરોનાવાયરસ ના નવા ચાર વેરિયન્ટ દેશમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

 


તેમણે કહ્યું છે કે બ્રિટનમાં આ પ્રકારના નવા વાયરસ જોવા મળ્યા છે અને વિદેશ યાત્રા કરીને ચાર નવા વેરિયન્ટ ભારતમાં મોટી પરેશાની ઉભી કરી શકે છે તેવો ખતરો દેખાઈ રહ્યો છે માટે તમામ સરકારોએ સાવચેત રહેવાની જર છે.

 


તેમણે કહ્યું છે કે ડેલ્ટા લીધે બીજી લહેર ભયંકર બની ગઈ હતી અને એ જ રીતે તેના બીજા સ્વપ પ્લસ ને કારણે ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હતી પરંતુ ચાર નવા વેરિએન્ટ નો ખતરો દેખાઈ રહ્યો છે અને તેની સામે સાવચેત રહેવું પડશે નહીતર પરિસ્થિતિ નિયંત્રણની બહાર પણ થઈ શકે છે.

 


નિષ્ણાંતોએ કહ્યું છે કે ડેલ્ટા પ્લસ વાઈરસના અનેક કેસ દેશમાં સામે આવી ગયા છે અને દેશમાં ત્રીજી લહેર માટે આ વાઇરસ કારણભૂત પણ બની શકે છે તેવો ખતરો છે. આવી પરિસ્થિતિમાં કોરોનાવાયરસ ના બીજા ચાર નવા વેરિઅટં પણ દેશમાં ભારે મુશ્કેલી ઉભી કરી શકે છે તેવો ખતરો દેખાઈ રહ્યો છે.

 


બ્રિટનમાં કોરોનાવાયરસ ની ઉપાધિ નવેસરથી શ થઈ છે અને ત્યાં નવા વાયરસ મળી આવ્યા છે અને તે ગંભીર પ્રકારના છે એટલા માટે જ બ્રિટનમાં ભારે ઝડપથી ફરી પાછા નવા કેસ બહાર આવી ગયા અને પરિસ્થિતિ ફરીથી બગડી રહી છે.

 


દરમિયાનમાં આસામ રાય માં પણ ડેટા પ્લસ વાઈરસના અનેક કેસ બહાર આવ્યા છે અને સેમ્પલ અને ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે અને આમ દેશના અલગ–અલગ રાયોમાં આ વાઈરસ ફેલાઈ રહ્યો છે ત્યારે તે ત્રીજી લહેર નું કારણ પણ બની શકે છે તેવો ખતરો નિષ્ણાંતો દ્રારા વ્યકત કરવામાં આવ્યો છે.

 

 

જુલાઈ માસમાં સરકાર ૧૨ કરોડ લોકોને જ રસી આપી શકશે
રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી જવાનો ભય, સરકાર દર મહિનાનો પોતાનો ટાર્ગેટ ચૂકી જશે

 


કોરોનાવાયરસ મહામારીની સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્રારા રસીકરણ અભિયાન શ કરવામાં આવ્યું છે તેની અસર દેખાઈ રહી છે પરંતુ આગામી દિવસોમાં અભિયાન ધીમું પડી જવાનો ખતરો છે કારણકે જુલાઈ માસમાં સરકાર ફકત ૧૨ કરોડ લોકોને જ રસી આપી શકશે. આ ૧૨ કરોડમાથી ૧૦ કરોડ ખોરાક કોવિશીલડ અને બે કરોડ ખોરાક કોવેકસિનની હશે તેમ સરકારના અંતરગં વર્તુળોએ જણાવ્યું છે. દેશમાં ત્રીજી લહેરની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે ત્યારે સરકાર નું રસીકરણ અભિયાન ધીમું પડી જવાનો ખતરો છે.

 


કેન્દ્ર સરકારે આ પહેલા એમ જાહેર કયુ હતું કે જુલાઈ ઓગસ્ટ માસમાં દરરોજ દેશમાં એક કરોડ લોકોને રસી આપવામાં આવશે અને એમ કરીને ચાલુ વર્ષના અતં સુધીમાં દેશના તમામ વયસ્કોને રસી આપી દેવામાં આવશે અને સરકાર પોતાના લયાંકને પહોંચી શકે તેવું અત્યારે દેખાતું નથી. એક દિવસમાં એક કરોડ લોકોને રસી આપવાનો ટાર્ગેટ આગામી મહિને પણ પૂરો થાય તેવી શકયતા દેખાતી નથી. સરકારના વર્તુળો એ કહ્યું છે કે જુલાઈ માસમાં કેન્દ્ર સરકાર તમામ રાય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ૧૨ કરોડ ખોરાક આપી શકશે અને આમ સરકારનો ટાર્ગેટ પૂરો થાય તેવું દેખાતું નથી. અત્યાર સુધી રસીકરણના અભિયાનના પર નજર કરીએ તો ૨૧ થી ૨૭ જૂન સુધીનો સમયગાળો દેશમાં રસીકરણ માટે સૌથી શ્રે રહ્યો છે અને સૌથી વધુ પ્રમાણમાં લોકો ને રસી આપવામાં આવી છે. ચાલુ સાહમાં દરરોજ ૬૦ લાખ લોકોને રસી આપવામાં આવી છે. પરંતુ નિષ્ણાતોને એવી શંકા છે કે આગામી મહિનામાં રસીકરણ અભિયાન હળવું પડી જવાની શકયતા છે.

 

 

ફેફસા માટે વધારે જોખમી છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ નિષ્ણાતોનો મત
કોરોના વકિગ ગ્રૂપના વડાએ જણાવ્યું છે કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ફેફસા સાથે વધારે જોડાણ ધરાવે છે: ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ગંભીર બીમારી લાવી શકે છે કે પછી વધારે ચેપી છે તે અત્યારે કહી શકાય નહીં


કોરોના વાયરસના અન્ય વેરિયન્ટસની તુલનામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ફેફસામાં વધારે મજબૂતાઈથી ઘૂસી જાય છે. જોકે, તેનો મતલબ એ નથી કે તેનાથી ગંભીર બીમારી થશે કે પછી વધારે ચેપી છે. કોરોના વાયરસ વકિગ ગ્રૂપ NTAGIના વડા ડોકટર એન કે અરોરાએ આ વાત જણાવી છે.

 


કોરોના વાયરસના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસની ૧૧ જૂને ઓળખ થઈ હતી. તાજેતરમાં તેને ચિંતાજનક વેરિયન્ટ તરીકે વર્ગીકરણ કરવામાં આવ્યું. દેશના ૧૨ રાયોમાં ડેલ્ટા પ્લસના અત્યાર સુધી ૫૧ કેસ સામે આવ્યા છે. આ વેરિયન્ટથી ચેપના સૌથી વધુ મામલા મહારાષ્ટ્ર્રમાં નોંધાયા છે.

 


ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અંગે કોવિડ–૧૯ વકિગ ગ્રૂપના પ્રમુખે કહ્યું છે કે અન્ય વેરિયન્ટસની તુલનામાં ડેલ્ટા પ્લસનું ફેફસા સાથે વધારે જોડાણ છે. જોકે, તેમણે સ્પષ્ટ્રતા કરી હતી કે આનો મતલબ એ નથી કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ગંભીર બીમારી કરી સખે છે કે પછી વધારે ચેપી છે. અરોરાએ કહ્યું હતું કે, અન્ય વેરિયન્ટસની તુલનામાં ડેલ્ટા પ્લસનું ફેફસા સાથેનું જોડાણ વધારે છે. પરંતુ તે વધારે નુકસાન પહોંચાડે છે તેની પુષ્ટ્રી હજી સુધી થઈ નથી.

 


તેમણે કહ્યું હતું કે કેટલાક કેસની ઓખળ બાદ ડેલ્ટા પ્લસ વેરિયન્ટની અસર અંગેનું ચિત્ર વધારે સ્પષ્ટ્ર થઈ જશે. પરંતુ એવું લાગે છે કે રસીના એક કે બે ડોઝ લઈ ચૂકેલા લોકોમાં ચેપના હળવા લક્ષણો જોવા મળે છે. તેના ચેપ પર નજર રાખવી પડશે જેથી આપણને તેનાથી ફેલાતા ચેપનો ખ્યાલ આવી શકે.

 


સૌથી મહત્વની બાબત એ છે કે જીનોમ અનુક્રમણનું કામ ઝડપથી થયું છે અને તે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. રાયોને અગાઉથી જ કહી દેવામાં આવ્યું છે કે આ ચિંતાજનક વેરિયન્ટ છે અને તેના માટે પગલા લેવાની જર છે. તેનાથી ઘણા રાયોએ પહેલાથી જ તે જિલ્લાઓ માટે સૂમ સ્તરે યોજના બનાવવાની શ કરી દીધી છે યાં વાયરસની ઓળખ કરવામાં આવી છે. જેથી તેના ચેપને નિયંત્રિત કરી શકાય. આ જિલ્લાઓમાં વેકસીનેશન ઝડપથી કરવું પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS