રાજકોટ એસટી ડિવિઝનને વધુ ચાર નવી બસ ફાળવાઈ

  • June 28, 2021 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, જસદણ અને વાંકાનેર ડેપોને અપાઈ: એક મહિનામાં નવી ૨૦ બસ આવી


ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા બીએસ–૬ મોડેલની ઓછામાં ઓછુ પ્રદૂષણ ફેલાવતી બસો મુસાફર જનતાની સેવામાં મુકાઈ છે. તબક્કાવાર ઓવરએજ બસો પરત ખેંચવામાં આવી રહી છે અને નવી બસ અપાઈ રહી છે. દરમિયાન શનિ–રવિમાં રાજકોટ એસટી ડિવિઝનને વધુ ચાર બસ ફાળવાઈ છે.

 


વધુમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટને વધુ ચાર બીએસ–૬ મોડેલની બસ ફાળવાઈ છે જે પૈકી એક બસ રાજકોટ બસપોર્ટને, બે બસ વાંકાનેર ડેપોને અને ૧ બસ જસદણ ડેપોને અપાઈ છે. જૂન મહિના દરમિયાન રાજકોટ ડિવિઝનને કુલ નવી ૨૦ બસની ફાળવણી કરાઈ છે. હજુ ૮૦ નવી બસની જરૂરિયાત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS