આઝાદીના જશ્નમાં લાગ્યા ચાર ચાંદ, એક સાથે દોઢ કરોડ દેશવાસીઓએ રાષ્ટ્રગીત ગાય રેકોર્ડ બનાવ્યો   

  • August 15, 2021 08:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે દેશભરમાં આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવાય રહી છે. પીએમ મોદી લાલ કિલ્લાના પ્રાંગણ પરથી તિરંગો ફરકાવીને જશ્ન-એ-આઝાદીની ઉજવણીની શરૂઆત કરી છે. આ અગાઉ દેશના લગભગ 1.5 કરોડ ભારતીયોએ રાષ્ટ્રગીત અપલોડ કરીને આ ઉજવણીને વધુ વિશેષ બનાવી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'ભારતના 75માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે 15 મિલિયનથી વધુ ભારતીયોએ રાષ્ટ્રગીત રેકોર્ડ કર્યું હતું અને તેને સરકારના પોર્ટલ રાષ્ટ્રગીત.ઇન પર અપલોડ કર્યું હતું.

 

સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું, 'ભારત અને વિશ્વભરના 15 મિલિયનથી વધુ ભારતીયોએ આ ખાસ પ્રસંગે તેમના વીડિયો અપલોડ કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ ભારતની સહજ એકતા, શક્તિ અને સંવાદિતાનો પુરાવો છે. 25 જુલાઈના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 'મન કી બાત' રેડિયો કાર્યક્રમમાં દેશની જનતાને સાથે મળીને રાષ્ટ્રગીત ગાવા અપીલ કરી હતી.'

 

મંત્રાલયે લોકો માટે 15 ઓગસ્ટ સુધીમાં રાષ્ટ્રગાન 'જન ગણ મન' ગાવાનો અને વેબસાઇટ પર અપલોડ કરવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. સરકારે સ્કૂલના તમામ બાળકો માટે રાષ્ટ્રગીત રેકોર્ડ કરીને અપલોડ કરવાનું પણ ફરજિયાત બનાવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન કરશે. આજે દેશ આઝાદીની 75 મી વર્ષગાંઠ 'આઝાદી કા અમૃત મહોત્સવ' તરીકે ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આઝાદીના 75 માં વર્ષની ઉજવણી માટે માર્ચ 2021માં ગુજરાતના અમદાવાદના સાબરમતી આશ્રમથી 'આઝાદી કા અમૃત મહોત્સવ' શરૂ કર્યો હતો, જે 15 ઓગસ્ટ, 2023 સુધી ચાલુ રહેશે.

 

દેશમાં આજે ઉજવણીનું વાતાવરણ છે અને દરેક દેશવાસી દેશભક્તિના રંગમાં રંગાઇ ચુક્યા છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું. આ દિવસની યાદમાં, દર વર્ષે 15 ઓગસ્ટ ભારતમાં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને મહાત્મા ગાંધી, ભગતસિંહ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, સરદાર પટેલ  સહિત સેંકડો મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન શોર્ય અને તપસ્યાની યાદ અપાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021