વિસાવદરમાં ઓક્સિજન સેવામાં પાઇપ ધડાકાભેર ફાટતા ચારને ઇજા

  • May 12, 2021 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર સેવાભાવી ઉદ્યોગપતિ બિપિન રામાણી દ્વારા પોતાના જૂનાગઢ રોડ ઉપર આવેલ તેમના ફાર્મ હાઉસ ખાતે વિનામૂલ્યે ઓક્સિજનની બોટલો કોરોના દર્દીઓને આપવામાં આવે છે તેમજ ખાલી બોટલ ભરી આપે છે. છેલ્લા ઘણા દિવસથી સુરતથી પોતાના વતન વિસાવદરના લોકોની વહારે આવેલ બિપિન રામાણી પોતાના ફાર્મ હાઉસ ખાતે ઓક્સિજનની સેવા આપી રહ્યા છે. દરમિયાન ખાલી બોટલ ભરનાર માણસ જમવા ગયેલ હોય ફાર્મ પર આવેલા દર્દીના સગાઓ જાતે જ ઓક્સિજનની ખાલી બોટલ ભરવા જતાં અકસ્માત સર્જાયો હતો.


આ અકસ્માતમાં ચાર લોકોને ઇજા પહોંચતા એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલ વિસાવદર ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જયાં ડોકટરો દ્વારા ઇજાગ્રસ્તોના શરીરમાંથી ગેસની પાઇપના લોખંડના જીણા તાર કાઢીયા હતાં. ઇજાગ્રસ્તોમાં દિનેશભાઇ ગગજીભાઇ પટેલ (ઉ.વ.૪૦) રે.ઇશ્ર્વરીયા, અનિલભાઇ વજુભાઇ પટેલ (ઉ.વ.૪૨) રે.વિસાવદર, સંજયભાઇ અમરભાઇ દરબાર ઉ.વ.૩૯ રે.વિસાવદર, ‚ત્વિક વિનુભાઇ પટેલ (ઉ.વ.૧૮)નો સમાવેશ થાય છે.


ઇજાગ્રસ્તોની ડો.ફૂલોત્રા તેમજ ડો.ડોડીયા દ્વારા સારવાર કરી ગંભીર ઇજાગ્રસ્તને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતાં. જેની જાણ ઓક્સિજનના દાતા બિપિનભાઇ રામાણીને થતાં તે તુરંત વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતાં અને દર્દીઓને જ‚રી સારવાર મળે તે માટે તુરંત કામગીરી કરી હતી.


ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયેલ છે, જેમાં દર્દીઓને ઓક્સિજન લેવામાં ભારે તકલીફો પડતી હોય છે જેના કારણે લોકો ઓક્સિજન બોટલો પોતાના ઘરે પણ રાખી સારવાર કરી રહ્યા હોય છે, જયારે આ ઓક્સિજન બોટલ અનુભવ વગર વાપરવી એ પણ મોટું જોખમી હોય છે. જયારે દરેક સેવાભાવી ઓક્સિજન આપનાર દાતાઓ દ્વારા ખાલી રિફિલ ભરવા માટે યોગ્ય અનુભવી વ્યક્તિ રાખવામાં આવ્યો હોય છે જેના કારણે કોઇપણ જાતની અકસ્માતની સંભાવના ના રહે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application