BREAKING NEWS

જામનગર : ઠેબા ગામ પાસે પેસેન્જર ભરેલી ઓટો રિક્ષા પલટી મારી જતાં ચારને ઇજા

  • May 06, 2026 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : ઠેબા ગામ પાસે પેસેન્જર ભરેલી ઓટો રિક્ષા પલટી મારી જતાં ચારને ઇજા 

૧૦૮ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

જામનગર નજીક ઠેબા ગામ પાસે એક ઓટો રિક્ષા પલટી જવાના બનાવે ચાર લોકો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ઠેબા ગામથી જામનગર તરફ આવી રહેલી ઓટો રિક્ષાના ચાલકે અચાનક કાબૂ ગુમાવતાં વાહન રોડ પરથી નીચે ઉતરી ખાડામાં પલટી મારી ગયું હતું.

આ અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત અંદર બેઠેલા મુસાફરો સહિત કુલ ચાર વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ ૧૦૮ ઈમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની માહિતી મળતા પંચકોસી એ ડિવિઝન પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી, અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક રીતે અકસ્માત અંગે નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News