BREAKING NEWS

જામનગર મહાનગરપાલીકાના ચાર કર્મચારીની આંતરિક બદલી કરાઇ

  • May 16, 2026 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલીકાના ચાર કર્મચારીની આંતરિક બદલી કરાઇ

જુનિયર એન્જીનીયર, રીકવરી ઓફીસર, સીનીયર કર્લાક, વર્ક આસી.નો સમાવેશ

વહીવટી સરળતા માટે કરવામાં આવેલી બદલીમાં ભલામણની ચર્ચાઓ 

જામનગર મહાનગરપાલીકાના ચાર કર્મચારીની આંતરિક બદલી કરવામાં આવી છેે. જેમાં જુનિયર એન્જીનીયર, રીકવરી ઓફીસર, સીનીયર કર્લાક, વર્ક આસીસ્ટન્ટનો સમાવેશ થાય છે. વહીવટી સરળતા માટે આ બદલી કરવામાં આવી છે. પરંતુ આ બદલીમાં પણ ભલામણનો દૌર ચાલ્યો હોવાની ચર્ચા ખુદ મનપાના કર્મચારીગણમાં ઉઠી છે.

જામનગર મહાનગરપાલીકાની જુદી-જુદી શાખામાં ફરજ બજાવતા ચાર કર્મચારીની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં સીવીલ શાખામાં જુનીયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતાં હીમાંશુ એચ.જેઠવાને ટાઉન પ્લાનીંગ શાખામાં, હાઉસ ટેકસ શાખામાં રીકવરી ઓફીસર તરીકે ફરજ બજાવતા નીતીન માંડલીયાની ટાઉન પ્લાનીંગ શાખામાં, ટાઉન પ્લાનીગ શાખામાં સીનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા સાગર સી.પારેખની હાઉસ ટેકસ શાખામાં, વોટર વર્કસ શાખામાં વર્ક આસીટન્ટ(એસ.ઓ) તરીકે ફરજ બજાવતા નીશીત કનખરાની સીવીલ શાખામાં બદલી કરવામાં આવી છે. આ ચારેય બદલી મહાનગરપાલીકાની વહીવટી સરળતા અને ખાતાના કામની સગવડતા માટે કરવામાં આવી હોવાનું બદલીના આદેશમાં જણાવાયું છે. પરંતુ કર્મચારીઓની આંતરિક બદલીમાં પણ ભલામણોનો દૌર ચાલ્યો હોવાનું કર્મચારીગણમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application