જેતપુરની બેન્ક ઓફ બરોડાના ચાર કર્મચારી કોરોનાગ્રસ્ત: કામગીરી ઠપ્પ

  • March 25, 2021 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેરમાં ચાર દિવસ પૂર્વે જ વિહિપના સ્થાનિક પ્રમુખના કોરોનામાં મોત બાદ ગઇકાલે બીઓબી બેંકના એક સાથે ચાર કર્મચારીઓ પોઝિટિવ આવતા બેંકનું કામકાજ બંધ કરવામાં આવ્યું હતું 


કોરોનાના બીજા તબક્કામાં પહેલાં તબક્કાની જેમ જ કોરોનાએ ગતિ પકડી હોય તેમ મેટ્રો સીટી ઉપરાંત નાના શહેરોમાં પણ કૂદકેને ભૂસકે કેઇસ વધી રહ્યા છે. જેમાં હજુ ચાર દિવસ પૂર્વે જ જેતપુર શહેર વિહિપના પ્રમુખ કિશોરભાઈ ભુવાનું કોરોનામાં મોત નિપજેલ અને તેઓ જે એપાર્ટમેન્ટમાં રહેતા ત્યાં છ લોકો પોઝીટીવ હોવાનું જાણવા મળેલ. અને હજુ કેઇસમાં વધારો જ થતો જાય છે જેમાં ગઇકાલે બેન્ક ઓફ બરોડાના બે ક્લાર્ક અને બે ઓફિસરનો રિપોર્ટ પોઝીટીવ આવતા. મેનેજર દ્વારા કોરોના વાયરસને કારણે બેંકનું કામકાજ બંધ રાખેલ હોવાના બોર્ડ મારી દીધેલ હતા.   કોરોના વાયરસને કારણે દેશભરમાં ગત ૨૪ માર્ચ ૨૦૨૦માં વડાપ્રધાન દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને આજે એક વર્ષ પૂર્ણ થયું અને કોરોનોમાંથી રાહત મળવાને બદલે ફરી ઉથલો મારતા લોકોએ સલામતી રાખવાની અને જાગૃતતા કેળવવાની જરૂર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS