ચોટીલા હાઈ-વે પરથી ગેરકાયદે રેતી ખનન કરતાં ૯ ડમ્પરો ઝડપાયા

  • June 19, 2021 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન કરવામાં મોટી ખનીજ માફિયા લોબી કાર્યરત છે અને તેને હપ્તા પધ્ધતિના નેટવર્કને કારણે કોઈ નાથી શકતા નહીં હોવાનું કહેવાય છે ત્યારે રાજકોટ પોલીસને સાથે રાખી રાજકોટ ખનીજ વિભાગે ચેકિંગ હાથ ધરી કરોડોનો મુદ્દામાલ ઝડપી લોકલ પોલીસને સોંપતા ખનીજ માફિયાઓમાં દોડધામ મચી હતી. રાજકોટ ખાણ ખનીજ વિભાગ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજે ચોટીલા હાઈ-વે ઉર જુદી જુદી જગ્યાએ ચેકિંગ હાથ ધરી ગેરકાયદે રેતી ભરી વહન કરતા નવ ડમ્પરો પકડી પાડેલ છે. પકડાયેલ ડમ્પરો અને ભરેલ રેતીની એક અંદાજ મુજબ એકાદ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી નાની મોલડી અને ચોટીલા પોલીસે સીઝર હુકમ આપી સોંપેલ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, લીમડી-રાજકોટ વચ્ચે દરરોજ મોટી સંખ્યામાં રેતી ભરેલ ડમ્પરો દોડે છે જેમાં રોયલ્ટી ભરેલ તો ગણ્યા ગાંઠયા હોય છે પરંતુ મોટી સંખ્યામાં રેતી ખનીજ ચોરી કરી ઓવરલોડિંગ વાહનો મોટી સંખ્યામાં ચાલે છે. અનેક વાહનો નંબરો વગરના પણ હોય છે ત્યારે આખું નેટવર્ક કેટલાક લોકોની મીલીભગતથી ગોઠવાયેલ હપ્તા પધ્ધતિને કારણે બેરોકટોક ચાલે છે અને સરકારની તિજોરીને ચુનો લાગે છે. તેનો અન્ય જિલ્લાની ટીમે માત્ર એક જ દિવસમાં ગોઠવાયેલ ડ્રાઈવ દ્વારા સાબીત કરી આપેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application