પોરબંદરના ટ્રાફીકના નિયમન માટે સરકાર દ્રારા ચાર બુલેટ બાઇક ફાળવાયા

  • February 14, 2020 02:37 PM 9 views

પોરબંદર ટ્રાફીક પોલીસને ચાર જેટલા બુલેટ બાઇક ફાળવવામાં આવતા એસ.પી. અને ટ્રાફીક પી.એસ.આઇ.એ પુજન કરીને સોંપણી કરી હતી.


પોરબંદરમાં ટ્રાફીકના નિયમની ચુસ્તપણે અમલવારી થઇ રહી છે ત્યારે ટ્રાફીકની વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઇ રહે તે માટે પોરબંદરમાં ટ્રાફીક બ્રિગેડ જવાનોની ભરતી કરવામાં આવી છે અને ટ્રાફીક નિયમોનું પાલન સારી થાય અને ટ્રાફીક સમસ્યા નિવારવા માટે રાજય સરકારે પોરબંદર ટ્રાફીક પોલીસને ચાર બુલેટ બાઇક ફાળવવામાં આવ્ા હતા જેમાં થી બે બુલેટ ટ્રાફીક પોલીસ માટે, એક કીર્તિમંદિર અને એક કમલાબાગ પોલીસને ટ્રાફીક નિયમન માટે સોંપવામાં આવ્ું છે. પોરબંદરના એસ.પી. ડો. પાર્થરાજસિંહ ગોહીલ તથા ટ્રાફીક પી.એસ.આઇ. સહિત ઉચ્ચ અધિકારીઓએ  આ બાઇકનું પુજન કર્યુ હતું અને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.