સુરતમાં પોણા બે, કામરેજમાં સાડા ચાર ઈંચ વરસાદ

  • June 24, 2021 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત, નવસારી, વલસાડ, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં વરસાદ



સુરત શહેરમાં પોણા બે ઇંચ અને જિલ્લાના કામરેજમાં સાડાચાર તથા માંડવીમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ખેરગામમાં 2, ચીખલીમા એક, વલસાડ જિલ્લાના ધરમપુર, પારડી અરવલ્લી જિલ્લાના મોડાસા અને મહિસાગર જિલ્લાના ખાનપુર માં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.

 


આજે સવારે આઠ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતના 52 તાલુકામાં વરસાદ થયો છે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં અમીછાટણા અથવા તો સામાન્ય ઝાપટા પડ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ અને કચ્છ જિલ્લામાં આગામી ત્રણેક દિવસ છૂટાછવાયા ઝાપટાં પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS