કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરના પૂર્વ તાલીમાર્થીઓનો ગુરુવંદના સ્નેહ મિલન સમારોહ-૨૦૨૫ યોજાયો
કાર્યક્રમમાં પૂર્વ પ્રાધ્યાપકો તથા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા પૂર્વ તાલીમાર્થીને સન્માનિત કરાયા
મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિત સૌએ પોતાના અભ્યાસ કાળના સંસ્મરણો વાગોળી સમારોહની ઉજવણી કરી
જામનગર તા.૦૧ એપ્રિલ, કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સરકારી અધ્યયન મંદિર ધ્રોલ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરના પૂર્વ તાલીમાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સરકારી અધ્યાપન વિદ્યા મંદિર, ધ્રોલ ૧૯૬૦-૧૯૯૫ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર ૧૯૯૫-૨૦૧૫ માં પી.ટી.સી. તાલીમ પ્રાપ્ત કરેલા ૨૫૦ થી વધુ પૂર્વ તાલીમાર્થીઓ મળ્યાં હતા અને પોતાના અભ્યાસ કાળના સંસ્મરણો વાગોળ્યાં હતા. હાલ આ તાલીમાર્થીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. આ તકે તેઓને પોતાના તત્કાલીન પ્રાધ્યાપકોને મળીને આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી ગુરુવંદના કરવાનું સૌભાગ્ય સાંપડ્યું હતુ.
કાર્યક્રમ અંતર્ગત તા.૨૯-૦૩-૨૦૨૫ ના રોજ શ્રી હરીદેવ ગઢવી દ્વારા સંચાલિત લોક ડાયરાનું આયોજન કરાયું હતુ. જેને સૌએ ખુબ માણ્યો અને સૌ પૂર્વ તાલીમાર્થી મિત્રોએ ગરબા રમીને આનંદ કર્યો.તા.૩૦-૦૩-૨૦૨૫ ના રોજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગુરુવંદના અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં મંત્રીશ્રીએ પોતાના જૂના દિવસોની યાદો તાજી કરી જેમાં પોતાના પી.ટી.સી. અભ્યાસના સંસ્મરણો વાગોળ્યા તથા પોતાની જીવનયાત્રા અંગે મુક્ત મને સૌ મિત્રો સાથે વાતો કરી પોતાના ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. વિશેષમાં તેઓએ જણાવ્યું કે પી.ટી.સી કર્યા પછી પોતે જાહેર જીવનમાં રાજકારણમાં સફળતાના શિખરો સર કર્યા પરંતુ પોતે શિક્ષક ન બની શક્ય તેનો અફસોસ હંમેશા રહે છે પરંતુ તેઓએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને તાલીમી સંસ્થાઓ સ્થાપીને પોતાની અંદરના એક શિક્ષકને સદાય જીવંત રાખ્યો છે.
આ તકે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા પૂર્વ તાલીમાર્થીનું સન્માન પણ કરાયું જેમાં શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ, વર્ષ ૨૦૨૪ માં રાજ્યપાલ હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર શ્રી ભારતસિંહ રાઠવા તેમજ વિમલભાઈ પરસોત્તમભાઈ નકુમ કે જેઓએ ૨૦૧૮માં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને ચિત્રકૂટ એવોર્ડ ઉપરાંત ૨૦૧૭ માં સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ પણ મેળવ્યો છે તેઓનું સૌએ ખેસ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતુ.
વર્ષ ૧૯૬૦ થી ૨૦૧૫ સુધીના પૂર્વ પ્રાચાર્ય અને પ્રાધ્યાપકોમાં શ્રી આર.એચ.ચૌહાણ, શ્રી રતિલાલ લિખિયા, ડો.એ.આર.ભરડા, શ્રી એમ.બી.પટેલ, શ્રી જે.ટી.ઉપાધ્યાય, શ્રી કે.વી.ચાવડા, શ્રી જાગૃતિબેન ભટ્ટ, શ્રી ખ્યાતિબેન કચ્છી, શ્રી લિનાબેન ઉપાધ્યાય, શ્રી નિરાલીબેન જોષી, શ્રી જી.જી.પરમાર, ડો.પ્રફુલ્લાબા જાડેજા અને શ્રી જી.એન.પોંકિયાનું તેઓના પૂર્વ તાલીમાર્થીઓએ વંદના કરી અને શાલ તથા મોમેન્ટો આપી સન્માન કર્યું અને તેઓએ પણ ભૂતપૂર્વ તાલીમાર્થીઓ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા.
આ પ્રસંગે રાજકોટ ડી.પી.ઇ.ઓ. શ્રી દીક્ષિતભાઈ પટેલ, ડી.પી.ઇ.ઓ. જામનગર શ્રી વિપુલભાઈ મહેતા, ડી.પી.ઇ.ઓ. દેવભૂમિ દ્વારકા શ્રી મધુબેન ભટ્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી ફાલ્ગુનીબહેન પટેલ, ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા તથા બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનાં માર્ગદર્શક તરીકે પ્રફુલ્લબા જાડેજા અને કન્વીનર તરીકે ચંદ્રકાંત ખાખરીયા તેમજ આયોજક સમિતિમાં સભ્ય તરીકે પરેશભાઈ અજુડિયા, રાજેશભાઈ ભેંસદડિયા, અમિતભાઈ સોની, વિમલભાઈ નકુમ, ડેનિશભાઈ ઘેટીયા અને ચિરાગ સચાણિયા જોડાયા અને સમગ્ર કાર્યક્રમની સફળતામાં ડાયેટ જામનગરના સ્ટાફે પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
000000
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech