જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ શિક્ષણ ચેરમેન પણ હાર્યા

  • March 02, 2021 11:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ જિલ્લા પૂર્વ પ્રમુખના પુત્રની હાર 

 

ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિણામો આશ્ચર્ય પમાડે તેવા રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ સભ્યો અને હોદ્દેદારો તેમના ગઢમાં હારી ગયા છે જેમાં ખાસ કરીને જિલ્લા પંચાયતની ગત ટર્મના પ્રથમ અઢી વર્ષમાં કોંગ્રેસ સત્તા પર હતી તત્કાલિન સમયના પ્રમુખ અને અગાઉની ટર્મના વિરોધ પક્ષના નેતા સંજયસિંહ સરવૈયાની ઠળિયા બેઠક પરથી 793 મતથી હાર થઈ હતી.

 

 

આ ઉપરાંત જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન કોંગ્રેસના ઉમેદવાર નીતાબેન રાઠોડની કમળેજ બેઠક પરથી 3376 મતથી ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતાં. અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મેહુરભાઈ લવતુકાના પુત્ર અમીતભાઈની નોંઘણવદર બેઠક પરથી 1260 મતે હાર થઈ હતી. આ ઉપરાંત ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલના માતા ઈન્દુબા ગોહિલ પણ 272 મતે હારી ગયા હતાં. અન્ય એક ચોંકાવનારા પરિણામમાં વલ્લભીપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ મકવાણા પણ ચમારડી બેઠક પરથી 2187 મતથી પરાજીત થઈ ગયા હતા.

   
 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application