રાજકોટના પૂર્વ એડિશનલ કલેક્ટર ગિરીશ શાહ કોરોના સામે જંગ હાર્યા દુ:ખદ અવસાન

  • June 07, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, ડાંગ, જુનાગઢ સહિત રાજયના અને સ્થળોએ ફરજ બજાવી હતી: રેવન્યુ વિભાગમાં શોકની લાગણી

 


રાજકોટ શહેર અને જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર; એડિશનલ કલેકટર તરીકે લાંબા સમય સુધી ફરજ બજાવનાર ગીરીશભાઈ શાહ( આઇએએસ)નું શનિવાર તા. 5/6/2021 ના દુ:ખદ અવસાન થયેલ છે.

 


શાહ ભાવનગર ના વતની હોવા છતાં રાજકોટ ને પોતાની કર્મભૂમિ બનાવી રાજકોટ માં વિવિધ પ્રકારની જવાબદારીઓ નિભાવી હતી શાહ રાજકોટમાં લાંબા સમય સુધી ડેપ્યુટી કલેક્ટર અને એડિશનલ કલેક્ટર કેડર માં ફરજ બજાવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા તેઓને આઇએએસ કેડર માં નોમિનેશન મળતા જિલ્લા કક્ષાએ સ્વતંત્ર પોસ્ટિંગ મળતા પોરબંદર, ડાંગ-આહવા માં કલેક્ટર તરીકે ફરજ બજાવેલ હતી.

 


રાજકોટમાં પીજીવીસીએલ ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે છેલ્લે ફરજ બજાવતા હતા . આ અગાઉ રાજકોટમાં એડિશનલ કલેક્ટર; એડિશનલ કલેક્ટર(યુએલસી) ;ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર; પ્રાદેશિક નિયામક નગરપાલિકા; મેનેજર; ગુજરાત રાજ્યના પુરવઠા નિગમ ;રિજીયોનલ કચેરી રાજકોટ; આઈ.સી.ડીએસ. જિલ્લા પંચાયત કચેરી રાજકોટ અને ગોંડલમાં પ્રાંત ઑફિસર તરીકે ફરજ બજાવેલ હતી.

 


ગીરીશભાઈ શાહ છેલ્લા એકાદ મહિનાથી કોરોના ની ઝપટે આવી ગયા હતા ભાવનગર ખાતે પંદર દિવસ સુધી સારવાર લીધા બાદ તેને વધુ સારવાર ની જરૂર જણાતા અમદાવાદ ખાતે એપીક હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા અને એકમાં થેરાપીથી સારવાર ચાલતી હતી પંદર દિવસ સુધી ડોક્ટરોની લાગલગાટ મહેનત છતાં સારવાર કારગત નીવડી નહોતી અને તેમનું અવસાન થયું હતું ગીરીશભાઈ ના પરિવારમાં પત્ની અને બે પુત્રી છે બંને પુત્રીઓ ડોક્ટર છે એક રાજકોટમાં અને બીજી પૂના ખાતે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS