ટ્વિટરના પૂર્વ CEO પરાગ અગ્રવાલએ ઈલોન મસ્ક પર કર્યો 128 મિલિયન ડોલરનો કેસ

  • March 05, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મસ્કે કર્મચારીઓને યોગ્ય વળતર આપ્યા વગર જ કાઢી મુક્યા, ટ્વીટરના ભૂતપૂર્વ અધિકારીઓએ પણ આપ્યો પરાગનો સાથ 



એક્સ (ટ્વિટર), ટેસ્લા અને સ્પેસ એક્સના માલિક એલોન મસ્કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવાનો તાજ ગુમાવ્યો છે. હવે તેમના માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલે ચાર ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સ સાથે એલોન મસ્ક વિરુદ્ધ ૧૨૮ મિલિયન ડોલરથી વધુનો કેસ દાખલ કર્યો છે. પરાગની સાથે, જેમણે મસ્ક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે તેમાં ટ્વિટરના ભૂતપૂર્વ મુખ્ય નાણાકીય અધિકારી નેડ સેગલ, ભૂતપૂર્વ લીગલ ચીફ ઓફિસર વિજયા ગડ્ડે અને ભૂતપૂર્વ જનરલ કાઉન્સેલ સીન એજેટના નામનો સમાવેશ થાય છે.


બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ મુકદ્દમામાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ટ્વિટરના અધિગ્રહણ પછી તરત જ મસ્કએ હજારો કર્મચારીઓને યોગ્ય કારણ વગર કાઢી મૂક્યા હતા, જેના કારણે કંપની કર્મચારીઓને યોગ્ય વળતર આપ્યા નથી. આ સાથે આ અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે મસ્ક તેમના બિલ ચૂકવતા નથી. તેમને લાગે છે કે નિયમો તેમને લાગુ પડતા નથી. જેઓ તેમના વિચારો સાથે સહમત નથી થતા, મસક પૈસાના બળથી તે એમ્પ્લોઇને દૂર કરી દે છે.


આ મામલામાં ટ્વિટરની એક્સચેન્જ ફાઇલિંગને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પરાગ અગ્રવાલને દર મહિને ૧ મિલિયન ડોલરનો પગાર મળવાનો હતો. આ સાથે, તેમને કંપનીના ઓફર લેટરમાં ૧૨.૫ મિલિયન ડોલરની કિંમતના કંપની સ્ટોકનું વચન પણ આપવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓને સમયમર્યાદા પહેલા પદ પરથી હટાવવામાં આવે છે, તો ૬૦ મિલિયન ડોલરનું વળતર આપવામાં આવશે. આ કિસ્સામાં, નેડ સેગલને ૪૬ મિલિયન ડોલર અને વિજયા પિટને ૨૧ મિલિયન ડોલરનું વળતર આપવાનું કહેવામાં આવ્યું છે.
​​​​​​​

ઑક્ટોબર ૨૦૨૨ માં, એલોન મસ્કે ૪૪ બિલિયન ડોલર ચૂકવીને ટ્વિટર ખરીદ્યું. આ પછી તેણે કંપનીના વર્તમાન સીઈઓ પરાગ અગ્રવાલને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો. આ સાથે મસ્કે અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓને તેમની નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. એટલું જ નહીં, કંપનીના ૫૦% કર્મચારીઓને પણ થોડા મહિનામાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application