બરડા ડુંગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં વનવિભાગનો કર્મચારી જ હત્યારો?!

  • August 18, 2020 10:17 AM 89456 views


મહિલા ફોરેસ્ટ ગાર્ડ અને તેના પતિ સહિત રોજમદારને મોતને ઘાટ ઉતાર્યાના બનાવમાં શકદાર તરીકે ફરિયાદમાં ફોરેસ્ટ ગાર્ડ નું નામ દર્શાવાયું: સરમણીવાવ નેસ નજીક તિણ હથિયારવડે ત્રણેયના ખુન થયાનું ખુલ્યું: સાંજ સુધીમાં ખુની પોલીસ સિકંજામાં આવી જાય તેવી શકયતા

પોરબંદર નજીકના બરડા ડુંગરમાં મહિલા ફોરેસ્ટ ગાર્ડ અને તેના પતિ સહિત રોજમદારને મોતને ઘાટ ઉતાર્યાના બનાવમાં વનવિભાગનો કર્મચારી જ હત્યારો હોવાનું શકદાર તરીકે દર્શાવીને તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા ભારે ચકચાર જાગી છે. સાંજ સુધીમાં સમગ્ર બનાવનો પર્દાફાશ થયા બાદ આ હત્યારાને દબોચી લેવામાં પોલીસને સફળતા મળે તેવું જણાઇ રહ્યું છે.

  • ૧પ ઓગષ્ટ્રે થયા હતા ગુમ

મુળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના સડલા ગામે રહેતા અને ખેતીકામ કરતા ગોવિંદ ગાંડાભાઈ સોલંકી (ઉ. વર્ષ ૫૭) એ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ તેમનો પુત્ર કિર્તીભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉ. વર્ષ ૩૨) પોરબંદરના રાતડી ગામે રહે છે અને ત્યાંની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે, યારે તેમની પુત્રવધુ હેતલબેન કિર્તીભાઈ સોલંકી (ઉ. વર્ષ ૩૦) પોરબંદરના ગોઢાણા બીટમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. બે દિવસ પૂર્વે ૧પ ઓગષ્ટ્રે હેતલબેન તેમના પતિ કિર્તીભાઈ અને વનવિભાગમાં મજુર તરીકે કામ કરતા પોરબંદરના નાગાભાઈ ભુરાભાઈ આગઠ (ઉ. વર્ષ ૪૦) વગેરે હેતલબેનની ખાનગી કારમાં બરડાડુંગરમાં ગયા હતા ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થયો ન હતો અને ત્રણેયના મોબાઈલ પણ ગઈકાલથી જ બધં આવતો હતો, યારે તેમની કાર જંગલ વિસ્તારમાં આવેલ થાપાવાળી ખોડીયાર માતાજીના મંદિર નજીકથી રેઢી મળી આવી હતી. આથી પોલીસે વનવિભાગને સાથે રાખી અને સાંજથી જ અલગ–અલગ ટીમો બનાવી અને શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેઓની કોઈ ભાળ નહીં મળતા વનવિભાગ અને તેના પરિવારજનો ચિંતામાં મૂકાઈ ગયા હતા. ૧૭ તારીખે સવારે આ ગૂમ થયેલ ત્રણેય વ્યકિતના મૃતદેહ સરમણીવાવ નેસથી દોઢ કી.મી. દુર ઉંડી ઝરમાંથી મળી આવતા વનવિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેયની લાશ ઉપરથી ઈજાના નિશાન જોવા મળ્યા હતા.

  • એસ.પી.એ યોજી પ્રેસકોન્ફરન્સ

પોરબંદરના જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનિએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતા જણાવ્ું હતું કે, ૧પ ઓગષ્ટ્રના ગુમ થયેલા વનવિભાગના મહીલા  અધિકારી સહિત તેના પતિ અને રોજમદાર યુવાનની શોધખોળ માટે ૧૬ ઓગષ્ટ્રે દિવસભર કામગીરી હાથ ધરાઇ હતી પરંતુ ૧૭મીએ સવારે લાશ મળી આવતા શરીર ઉપર બાહ્ય ઇજાઓ જણાઇ હતી માટે એફએસએલ અધિકારીને સ્થળ ઉપર જ બોલાવીને ત્રણેયનું સ્થળ ઉપર જ ઇન્કવેસ્ટ ભરવામાં આવ્ું હતું અને ત્યારબાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેઓ બરડા ડુંગરમાં ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર વોચ રાખવા પેટ્રોલીંગમાં ગયા હતા આથી એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

 

  • સ્નીફર ડોગની મદદથી ૧૦૦થી વધુ પોલીસ કર્મચારીઓએ બરડો ડુંગર ખુંદયો

પોરબંદરના બરડા ડુંગરમાં બુટલેગરો દ્રારા અનેક અનૈતિક પ્રવૃતિઓ કરવામાં આવે છે અને પોલીસ પણ અવાર–નવાર દારૂના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરે છે ત્યારે હત્યાના આ બનાવમાં કોઇ બુટલેગરો સંડોવાયા હોવાની આશંકા સાથે પોલીસે સામુહીક રીતે તપાસ હાથ ધરી હતી. ૧૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ એ  અલગ–અલગ ટીમો બનાવીને તથા જુનાગઢથી સ્નીફર ડોગની મદદ લઇને ફોરેસટ સ્ટાફના માણસોને સાથે રાખીને શોધખોળ હાથ ધરી હતી પરંતુ અંતે મૃતદેહો મળી આવતા સોંપો પડી ગયો હતો.
ડ્રોનથી પણ તપાસ હાથ ધરવામાં આવી


બરડા ડુંગરમાં ગુમ થયેલા ત્રણેય વ્યકિતઓની શોધખોળ માટે પોલીસે ડ્રોનનો પણ ઉપયોગ કર્યેા હતો અને કોમ્બીંગ કરવાની સાથોસાથ ડ્રોનથી બરડા ડુંગરના તમામ વિસ્તારો ઉપર વોચ ગોઠવીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને દ્રશ્યો કેદ કરવામાં આવ્યા હતા જેમાં પાણીના ઝરણા વહે છે ત્યાં નજીકથી લાશો મળી આવી હતી.

 

  • મોબાઇલ લોકેશન સહિત ટેકનીકલ તપાસ

પોરબંદરના વનવિભાગના મહિલા કર્મચારી સહિત ૩–૩ વ્યકિતઓની ક્રુર હત્યાના આ બનાવમાં પોલીસે મોબાઇલ લોકેશન મેળવવા સહિત ટેકનીકલ તપાસ પણ હાથ ધરી છે. તેઓના મોબાઇલ ઉપર ૧૫મી તારીખે રાત્રે જ સંપર્ક થઇ શકયો ન હતો આથી તેમનું છેલ્લુ લોકેશન અને તેમણે કોઇ સાથે વાતચીત કરી હતી કે કેમ? તે અંગેની માહિતી મેળવવા માટે પણ કવાયત હાથ ધરી છે કેમ કે હત્યાના આ બનાવમાં લાસ્ટ લોકેશન ઉપરાંત છેલ્લે કોની સાથે શું વાતચીત થઇ ? તે બાબત ખુબ મહત્વની સાબિત થશે.
આ બનાવમાં સાંજ સુધીમાં હત્યાના બનાવનો પર્દાફાશ થઇ જાય અને ખુની પણ પોલીસ સિકંજામાં આવી જાય તેવી શકયતા જણાઇ રહી છે.

 

  • એસ્ટ્રોસીટી સહિત હત્યાની નોંધાઇ એફઆઇઆર

ભચાઉ તાલુકા પંચાયતમાં ટેકનીકલ આસીસ્ટન્ટ તરીકે નોકરી કર્યા બાદ વયમર્યાદાના કારણે નિવૃત જીવન ગાળતા અને હાલ અમદાવાદના માંડલ ખાતે રહેતા વસરામભાઇ પાલાભાઇ રાઠોડ નામના આધેડે હત્યાના આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવાયું છે કે, સાત વર્ષ પહેલા પુત્રી હેતલના લ સુરેન્દ્રનગરના મુળસડલા ગામના કીર્તિ ઉર્ફે કીરીટભાઇ સોલંકી સાથે થયા હતા અને   તેઓ રાતડી ગામે શિક્ષક તરીકે નોકરી કરતા હતા. પુત્રી હેતલ ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરી કરતી હતી અને રોકડીયા હનુમાન મંદિર પાછળ સોસાયટીમાં રહેતા હતા અને  સાત માસ નો તેને ગર્ભ હતો. ૧૫ ઓગષ્ટ્રે બપોરે વસરામભાઇના પત્ની જમનાબેને  પુત્રી–જમાઇ સાથે મોબાઇલ ઉપર લાંબો સમય વાતચીત પણ કરી હતી અને ત્યારબાદ એવું જણાવ્ું હતું કે, હેતલ પોતે નીચે ગાડીમાં બેઠી છે અને ફોરેસ્ટ ગાર્ડ એલ.ડી. ઓડેદરા એ દારૂની ભઠ્ઠીની રેડ કરવા માટે બાતમી આપતા ત્યાં ગયા હોવાનું જણાવ્ું હતું. આથી પિતાને આર્ય થયું કે, ૧૫ ઓગષ્ટ્રે રજા હોવા છતાં શા માટે આ રીતે ફરજ બજાવવા ગયા? પરંતુ સાંજ સુધી તપાસ કરતા પુત્રી હેતલનો ફોન બધં આવ્યો હતો, જમાઇનો ફોન પણ બધં આવ્યો હતો આથી ચિંતા થવા લાગતા તેમના સબંધી લખમણભાઇ પરમારને જાણ કરતા તેઓ રાણાવાવ ફોરેસ્ટ ઓફીસે ગયા હતા અને આરએફઓ વાણીયાને વાત કરીને કોન્ટેક કરવા પ્રયત્ન કર્યેા હતો પરંતુ સંપર્ક થઇ શકયો ન હતો. દરમિયાનમાં બીટ વિસ્તારમાં તપાસ કરવા ગયા ત્યારે હેતલની ગાડી લોક કરેલી પુલીયા પાસેથી મળી આવી હતી અને ત્ારબાદ રાત્રે બોલેરોમાં હેતલના પિતા સહિત પરિવારજનો પોરબંદર આવવા રવાના થયા હતા.રસ્તામાં માળીયા–મીંયાણાથી વેવાઇ–વેવાણ પણ સાથે જ કારમાં આવ્ા હતા અને વહેલીસવારે પોરબંદર પહોંચ્યા હતા અને રાણાવાવ ફોરેસ્ટ ઓફીસે તપાસ કરતા ૧૬મી તારીખે પણ દિવસભર તપાસ થઇ હતી. જેમાં આરએફઓને 'આ એલ.ડી. ઓડેદરા કોણ છે' તેમ પુછતા વનવિભાગના અધિકારી ચોંકી ઉઠયા હતા અને તેનું શું કામ છે? તેમ કહેતા એવું જાહેર થયું હતું કે, એલ.ડી. ઓડેદરા દારૂની ભઠ્ઠી ભાંગવા માટે સાથે ગયા હોવાનું જણાવ્ું હતું આથી વનવિભાગના અધિકારીઓએ ફોરેસ્ટ ગાર્ડ એલ.ડી. ઓડેદરાને ત્યાં રૂબરૂ બોલાવીને પુછતા તેણે એવું જણાવ્ું હતું કે, તે નાગાભાઇને રોડના સામેના છેડે ઉતારીને પરત ગયો હતો આથી બનાવ સમયે એલ.ડી. ઓડેદરા નામનો આ વનકર્મી સાથે જ હોવાથી તેણેે જ ત્રણે–ત્રણની હત્યા કરી હોવાની શકયતા છે તેમ જણાવીને શકદાર તરીકે એલ.ડી. ઓડેદરાનું નામ દર્શાવીને તેમજ તપાસમાં અન્ કોઇ નિકળે તેની સામે હત્યા, એસ્ટ્રોસીટી એકટ સહિત કલમો હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.

 

  • ૧૦ દિવસ પછી શ્રીમતં નકકી થયું હતું

પોરબંદરના ભારે ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં એવું જાણવા મળ્યું હતું કે, ફોરેસ્ટ ગાર્ડ હેતલબેન સોલંકી સગર્ભા હતા અને ૧૦ દિવસ પછી તેનું શ્રીમતં નકકી કરવામાં આવ્ું હતું પરંતુ તે પૂર્વે જ તેમની સજોડે ઘાતકી હત્ા કરી નાંખવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application