વાગડમાંથી એલપીજી ગેસના ટેન્કરમાંથી વિદેશી દારૂ ઝડપાયો

  • June 30, 2020 09:35 AM 454 views


અડધા કરોડથી વધુના વિદેશી દારૂનો જથ્થો રાપર સર્કલ અને આડેસર પોલીસના સંયુક્ત રેડમાં ઝડપી પાડયો

વાગડ વિસ્તારમાંથી રાજસ્થાન પાર્સીંગની એલપીજી ગેસના ટેન્કરમાંથી અડધા કરોડથી વધુનો દારુનો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે. જા કે રેડ દરમ્યાન આરોપી ફરાર થઈ ગયો હતો.
આ અંગેની મળતી વિગતો મુજબ રાપર સર્કલ પોલીસ અને આડેસર પોલીસ દ્વારા સંયુક્ત રીતે રેડ કરી ખેડુકાવાંઢથી ભીમાસર ગામ તરફ જતા રોડ પર એલપીજી ગેસના ટેન્કરમાંથી ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમા રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોટલ નંગ ૪પ૬૦, કિંમત રૂ. ર૩૭૧ર૦૦, મેકડોવલસ બોટલ નંગ ૮૭૦૦, કિંમત રૂ. ૩ર૬રપ૦૦ અને ટેન્કર આરજે ૧૪ જીઈ ર૪૩૪ કિંમત રૂ. ર૦ લાખ મળી કુલ પ૬ લાખથી વધુ નો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.


આ અંગે આડેસર પોલીસ મથકે ટેન્કર ચાલક દારૂ મંગાવનાર, દારૂ ભરી આપનાર અને અન્ય શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. વાગડમાંથી અગાઉ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. ત્યારે વધુ એક વખત અડધા કરોડથી વધુ રકમનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. રાજસ્થાન પાર્સીંગના ટેન્કરમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ દ્વારા આ જથ્થો રાજસ્થાત તરફથી આવ્યો હોવાનું શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application