BREAKING NEWS

ખંભાળીયામાં મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત  

  • July 17, 2026 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયામાં મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત  

બે ફરાર: ૪૩ બોટલ અને ૫૫ ચપલા, તથા મોબાઇલ જપ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૪૧,૯૪૪ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલી સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત ખંભાળીયા પોલીસને આ સફળતા મળી છે. 

ખંભાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર. રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ હરપાલસિંહ ઉદેસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ નટુભા જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કાનાભાઇ રાણાભાઇ લુણાને પેટ્રોલીંગ દરમિયાન સંયુક્તમાં મળેલી ચોક્કસ હકીકતના આધારે યોગેશ્વરનગર, બંશીધર સ્કુલ પાસે આવેલા એક રહેણાક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
​​​​​​​
આ દરોડા દરમિયાન મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૪૩ સીલપેક બોટલો અને ૫૫ નંગ ચપલા તેમજ ૫,૦૦૦ રૂપિયાની કિંમતનો એક વીવો કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય વીશાલભાઇ નીતીનભાઇ ઉર્ફે કુમાર સોમયા નામના શખ્સને ઝડપી લીધો હતો. આ ગુનામાં અન્ય બે આરોપીઓ જેમાં ખંભાળીયાના બરછા પાડી વિસ્તારના પારસગર ઉર્ફે પાલીયો રમેશગર ગૌસ્વામી અને જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામના વીજયગીરી જગદીશગીરી ગોસાઇને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર. રાણાની રૂબરૂમાં આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ એ.એસ.આઇ હેમતભાઇ નંદાણીયાને સોંપવામાં આવી છે. આ સમગ્ર સફળ કામગીરીમાં ખંભાળીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application