સતત બીજીવાર આ દેશમાં મુસ્લિમોના પવિત્ર ગ્રંથનું અપમાન, ઇસ્લામિક દેશોએ કાઢી ઝાટકણી

  • March 30, 2023 12:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવિત્ર રમઝાન મહિનામાં ઈસ્લામિક અનુયાયીઓ દ્વારા કુરાન સળગાવવાની ઘટનાએ વિશ્વભરમાં હોબાળો મચાવ્યો છે. યુરોપના એક દેશ ડેનમાર્કમાં, મુસ્લિમ વિરોધી જમણેરી જૂથ પેટ્રિઓટર્ન ગારના સભ્યોએ કુરાન બાળી હતી, જેનું ફેસબુક પર લાઈવ પણ કરવામાં આવ્યું હતું. જેના કારણે ઇસ્લામિક દેશો ગુસ્સે થયા છે. ઇસ્લામિક દેશો વતી ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

તુર્કી, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને પાકિસ્તાનથી લઈને આફ્રિકા સુધી ઈસ્લામિક બહુમતી ધરાવતા દેશોમાં દેખાવો શરૂ થઈ ગયા છે. અહેવાલ મુજબ, આ ઘટના શુક્રવારે બની હતી, જ્યારે ડેનમાર્કમાં એક મુસ્લિમ વિરોધી  જૂથના સભ્યો ઇસ્લામ વિરોધી બેનર સાથે રાજધાની સ્ટોકહોમમાં તુર્કી દૂતાવાસની સામે એકઠા થયા હતા. આ દરમિયાન તેણે તુર્કીના રાષ્ટ્રધ્વજને આગ લગાડી અને દૂતાવાસની સામે કુરાનની નકલ પણ સળગાવી દીધી.

આ ઘટના બાદ તુર્કીની સરકારે પોતાના દેશમાં ડેનિશ રાજદૂતને બોલાવીને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. હવે સાઉદી અરેબિયાએ પણ મોટું નિવેદન આપ્યું છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું, 'સાઉદી અરેબિયા કોપનહેગનમાં તુર્કી દૂતાવાસની સામે એક કટ્ટરપંથી જૂથ દ્વારા પવિત્ર કુરાનને સળગાવવાની સખત શબ્દોમાં નિંદા કરે છે.' નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'સાઉદી કિંગડમ સંવાદ, સહિષ્ણુતા અને સન્માનના મૂલ્યોને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે અને નફરત અને ઉગ્રવાદને નકારે છે.'

ડેનમાર્કમાં કુરાન સળગાવવાની ઘટના સામે પાકિસ્તાનના ઈસ્લામિક સંગઠનોમાં ગુસ્સો છે. પાકિસ્તાન સરકારે આ ઘટનાની નિંદા કરી છે. પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું, 'આ પ્રકારની ઘટનાઓ જાણીજોઈને દુનિયામાં પુનરાવર્તિત થઈ રહી છે. આ બધું મુસ્લિમો અને તેમની આસ્થા સામે વધતી નફરત, જાતિવાદ અને ઇસ્લામોફોબિયાનું સ્પષ્ટ ઉદાહરણ છે.

સુત્રો અનુસાર ડેનમાર્કમાં આ વર્ષે આ બીજી ઘટના છે જ્યારે કુરાનને આગ લગાડવામાં આવી હોય. આ વખતે તુર્કી દૂતાવાસ પર તુર્કીનો ધ્વજ પણ સળગાવવામાં આવ્યો છે. તુર્કીના વિદેશ મંત્રાલયે આ ઘટના પર સખત વિરોધ વ્યક્ત કર્યો છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તુર્કીએ કહ્યું છે કે આવા કૃત્યને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application