અમુક માટે પરિવાર જ પાર્ટી, અમારા માટે પાર્ટી જ પરિવાર: માંડવિયા

  • August 19, 2021 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારમાં આરોગ્ય મંત્રાલયના મિનિસ્ટરની જવાબદારી સંભાળ્યા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું એ અમારા માટે ભાજપ એ પરિવાર છે યારે અમુક રાજકીય પક્ષો માટે પોતાનો પરિવાર પાર્ટી હોય છે.
મોદી મંત્રીમંડળમાં તાજેતરમાં ૪૩ નવા મંત્રીઓને લેવામાં આવ્યા છે. આ તમામને પ્રજાના આર્શીવાદ મળી રહે તે માટે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને ભાજપના સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને સાકાર કરવા માટે કેન્દ્રીય મંત્રીમંડળમાં ૨૭ ઓબીસી, ૨૦ એસ.સી એસ.ટી, ૧૧ મહિલાઓ અને ૧૪ યુવાઓને સ્થાન આપવામાં આવ્યું છે તેમ જણાવી મનસુખભાઈ માંડવીયાએ કહ્યું હતું કે નયા ભારતના નિર્માણ માટે સમાજના તમામ વર્ગને સમુદાયને સાથે લઈને કામ કરવાની આ સરકારની નીતિ રહી છે.

 

એરપોર્ટ પર આતશબાજી–રાસ ગરબા
બરાબર સાડા નવ વાગ્યાના ટકોરે સવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એરપોર્ટ પર આગમન થતાંની સાથે જ રાસ ગરબા અને આતશબાજી સાથે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહિલા મોરચાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

 


આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટા
કેન્દ્રીય આરોગ્ય મંત્રીની પ્રથમ રાજકોટની મુલાકાત અને જન આશીર્વાદ યાત્રા પ્રારભં વખતે એરપોર્ટ પર અંજલીબેન પાણી, સંસદ સભ્યો મોહનભાઈ કુંડારીયા રામભાઈ મોકરીયા ધારાસભ્યો અરવિંદ ભાઈ રૈયાણી ભાજપના શહેર પ્રમુખ કમલેશ મીરાણી મહામંત્રી જીતુભાઈ કોઠારી નરેન્દ્રસિંહ ઠાકુર અનિલભાઈ રાઠોડ ઉદયભાઇ કાનગડ રાજુભાઈ ધ્રુવ પ્રશાંત કોરાટ ભાનુબેન બાબરીયા કાશ્મીરાબેન નથવાણી પુષ્કરભાઈ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 


મીડિયાને બાઈટ આપી પરંતુ પ્રશ્નોના જવાબ ન આપ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ એરપોર્ટ પર ઉતરતાની સાથે મીડિયાને બાઈટ આપી હતી પરંતુ એઇમ્સ, રસીકરણ સહિતના મુદ્દે પૂછાયેલા એક પણ પ્રશ્નનો જવાબ મનસુખભાઈ માંડવીયાએ આપ્યો ન હતો અને જણાવ્યું હતું કે આખો દિવસ દરમિયાન તમને ઘણું મળી રહેશે, અત્યારે આટલું ઘણુ.ં


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS