વજન ઘટાડવા માટે કેટલાક લોકો ખાવાનું છોડી અને ડાયેટિંગ કરવા લાગે છે જ્યારે કેટલાક લોકો અઘરી કસરતો કરે છે. જ્યારે કેટલાક લોકો એવા છે કે ઘરેલું નુસખાની મદદથી પણ વજન ઓછું કરવામા માને છે.
શું તમને ખબર છે કે ઘરગથ્થુ નુસખાઓની મદદથી વજન ઘટાડવામાં કેટલાક પીણાં ઘરે બનાવી અને પીવામાં આવે છે, જેના માટે રસોડામાં રહેલી ઘણી બધી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.
ચાલો તમને જણાવીએ એક એવા ખાસ પીણાં વિશે કે જેમાં રસોડામાં રહેલા મસાલાઓનો વપરાશ કરવામાં આવે છે, આ મસાલાઓ સામાન્ય રીતે ઘરે બનાવવામાં આવતા વ્યંજન માટે ઉપયોગી છે. જેમાં માત્ર પૌષ્ટિક તત્વ જ નહીં પરંતુ મેદસ્વિતા ઓછી કરવા માટેના ગુણો પણ રહેલા હોય છે.
ઘરે આ પીણાંને બનાવવા માટે તમાલપત્ર, તજ, એલચી, લવિંગ અને જીરુંનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા સંશોધનમાં એ બાબતનો દાવો કરવામાં આવ્યો છે કે વધારે તનાવના કારણે પણ વજન વધવાની સમસ્યા રહેતી હોય છે.
એલચી શરીરમાં રહેલી ચરબીને ઓગાળવામાં ઝડપ વધારે છે જ્યારે વજન ઘટાડવા માટે ઘણી મદદગાર સાબિત થાય છે. જ્યારે જીરાને પાણી સાથે ઉકાળીને પીવાથી વજન ઘટવામાં મદદ મળે છે. તમાલ પત્ર ની સુગંધ શાકભાજી કે બિરયાની મા ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ વજન ઘટાડવામાં પણ તે ઘણું ઉપયોગી સાબિત થાય છે.
તમાલ પત્રમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ સાથે વિટામિન સી ભરપૂર માત્રામાં મળી રહે છે. જે શરીરનું મેટાબોલિઝમની ક્રિયા ને વધારી અને શરીરને ડીટોકસ કરે છે. જ્યારે તજ હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય તેની અંદર રહેલા પૌષ્ટિક તત્વો વજન ઓછું કરવાનો ગુણ ધરાવતા હોય છે. તેમજ પાચન ક્રિયામાં પણ સુધારો કરવામાં મદદગાર નીવડે છે.
સવારે-સવારે આ પીણું બનાવી લો, ત્યારબાદ આખો દિવસ ત્રણ-ચાર વખત તેને પીઓ. ગરમ પાણીમાં તેને ઉકાળ્યા બાદ પીણાં આરોપમાં લેવાથી વજન ઓછું કરવામાં ઘણી મદદ મળી રહે છે.
આ પીણાંને બનાવવા માટે બે-ત્રણ તમાલપત્ર ટોચના ત્રણ ચાર ટુકડા એક ચમચી જીરૂં અને બે નાનકડી એલચીની જરૂર પડે છે. આ તમામ મસાલાઓને પાણીમાં ઉકાળી લો અને ત્યારબાદ તેને ગાળી અને ઠંડુ થવા માટે મૂકી દો. આ પીણું બનાવી અને બોટલમાં ભરીને રાખી દો અને દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત તેને પીઓ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationઆપણે ઘણું કરવામાં અસફળ થઇ રહ્યા છીએ, આપણી હેલ્થકેર સિસ્ટમ પણ અસફળ : સોનું સુદ
April 21, 2021 11:17 AMરેમડેસિવીર થશે સસ્તા: સરકારે આયાત ડ્યુટી હટાવી
April 21, 2021 11:13 AMપ્રવાસી મજૂરોની સહાય માટે કેન્દ્ર સરકારના 20 કંટ્રોલરૂમ
April 21, 2021 11:10 AMશિખર ધવનની શાનદાર બેટિંગથી દિલ્હીએ મુંબઈને 6 વિકેટે હરાવ્યું
April 21, 2021 10:56 AMRam Navami 2021 : રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને આપી રામનોમની શુભેચ્છા
April 21, 2021 10:52 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech