પુરીના મુસ્લિમ નાગરિકે સુપ્રીમ કોર્ટમાં જગન્નાથયાત્રા માટે પડકાર ફેકતી અરજી કરી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દેશમાં કોરોનાવાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ભગવાન જગન્નાથની રથયાત્રા રદ કરવાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં સંશોધનની માંગણી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. 

 

જેમાં જણાવવામાં આવ્યું છે કે જગન્નાથ યાત્રા માત્ર જગન્નાથપુરીમાં કાઢવા માટે મંજૂરી આપવામાં આવે. આમ તો દેશના વિવિધ વિભાગોમાં સ્થાનિક સ્તરે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ અરજી પુરીના નાગરિક આફતાબ હુસેને પોતાના વકીલ પ્રવિણકુમાર મહાપાત્ર દ્વારા દાખલ કરી છે.

 

અરજીમાં કોટે એ બાબત પર ભાર મૂક્યો છે કે યાત્રા નીકળતી વખતે પૂજામાં લાખો લોકો નહીં પરંતુ ૫૦૦થી ૬૦૦ લોકોને મંજૂરી આપવામાં આવે. કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને સુરક્ષા સંબંધિત ગાઈડલાઈન તેમજ સામાજિક અંતરની જાળવણી તેઓ દ્વારા કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસની આગેવાની બેન્ચ દ્વારા કોરોના ના સંકલ્પો ના કારણે ઓરિસ્સાના પુરીમાં સદીઓ જૂની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ યાત્રા કાઢવા માટે અને તેની સાથે જોડાયેલી ગતિવિધિઓ પર ગુરુવારે રોક લગાવી દીધી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS